New Delhi,તા.29
ઓકટોબર માસ નજીક આવતા જ ફરી એક વખત સૌનુ ધ્યાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ભણી છે જેની દ્વીમાસીક વ્યાજદર સમીક્ષા બેઠક આજથી જ શરૂ થનાર છે અને તા.1 ઓકટોબરના રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રા વ્યાજ દર અંગે નિર્ણય જાહેર કરશે.
હવે તહેવારોની મૌસમ શરૂ થઈ ગઈ હોવાથી રિઝર્વ બેન્ક જે સામાન્ય રીતે પ્રથમ સપ્તાહમાં આ પ્રકારે બેઠક યોજે છે. તેણે થોડી વહેલી બેઠક યોજી છે અને આરબીઆઈ તેની વ્યાજદરમાં ઘટાડા પર ગંભીરતાથી વિચારણા કરીને દિવાળી ભેટ આપશે તેવું માનવામાં આવે છે.
ખાસ કરીને સરકાર હવે લોકો ખર્ચ કરે તે નિશ્ચિત કરવાના કોઈ પ્રયાસો છોડવા માંગતી નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જ જાહેર કર્યુ હતું કે અગાઉ આવકવેરાના સ્લેબ ઘટાડી લાખો કરદાતાઓને રાહત આપી તે લાખો કરોડોની રકમ બજારમાં ખર્ચ કરશે પછી જીએસટી ઘટાડો કરીને ફેસ્ટીવલ મૂડ બતાવવાનો સૌથી મોટો પ્રયાસ કર્યો.
વડાપ્રધાને ખુદના સોશ્યલ મીડીયા હેન્ડલમાં બચત-ઉત્સવનો લોગો મુકયો છે તે સમયે હવે સરકારના બચત ઉત્સવમાં રિઝર્વ બેન્ક જોડાશે તેવી શકયતા પ્રબળ બની છે. ખાસ કરીને આર્થિક કારણો પણ મૌજૂદ હોવાનું માનવામાં આવે છે.
અમેરિકાના 50% ટેરિફમાં હાલ કોઈ રાહત નજરે ચડતી નથી. ઉલ્ટાનું નવા નવા ટેરિફ આવતા જાય છે તેની ઘરઆંગણે નિકાસલક્ષી એકમો જે રોજગાર સાથે જોડાયેલા છે તેનું સેન્ટીમેન્ટ સુધારવું જરૂરી છે.
સ્ટેટ બેન્ક રિસર્ચ રિપોર્ટ કહે છે કે રિઝર્વ બેન્ક 25 બેસીસ પોઈન્ટ વ્યાજદર ઘટાડી શકે છે. રિઝર્વ બેન્ક અત્યાર સુધીમાં 1% વ્યાજદર (100 બેસીસ) ઘટાડયા છે. ઓગષ્ટ માસમાં યથાવત સ્થિતિ જાળવી રાખી હતી. ફુગાવો હવે મર્યાદામાં છે. નવા ખરીફ પાક દિવાળી પછી બજારમાં આવશે તેથી હજું ઘરઆંગણે મોંઘવારી વધે તેવી ધારણા નથી.
જો કે બેન્ક ઓફ બરોડાના ચીફ ઈકોનોમીસ્ટ મદન સબનવીશ માને છે કે રેપોરેટમાં બદલાવ થશે નહી. જો કે બજારમાં અલગ મંતવ્ય છે કે વ્યાજદર ઘટશે. જીએસટી ઘટાડા બાદ મોટી મોટી માંગ વધી છે પણ કિરાના વિ.માં હજું દિવાળી ખરીદી છે તેમાં કોઈ અંદાજ આવી શકે તેમ નથી.
રિઝર્વ બેન્ક કદાચ રાહ જોશે છતાં પણ 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો એ સેન્ટીમેન્ટ બનાવશે. બેન્કો તેનો કયો પ્રતિભાવ આપે છે. ટેરિફ વિ. ડરથી નવું રોકાણ કેવું આવશે તે પ્રશ્ન હજું યથાવત છે.

