Rajkot, તા.30
ગુજરાતમાં તહેવારો ટાણે આવકવેરા વિભાગ દ્વારા વધુ એક મેગા દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં બિલ્ડરો-તબીબો તથા ઉદ્યોગપતિઓના 45થી વધુ સ્થળોએ એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું કે, અરવલ્લીના મોડાસામાં આજે સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યત્વે બિલ્ડરગ્રુપ નિશાન છે અને તેમની સાથે કનેકશન ધરાવતા તબીબો-વેપારીઓને પણ ઝપટે લેવામાં આવ્યા છે.
45 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી છે અને કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો-કરચોરીનો પર્દાફાશ થવાની આશંકા છે. અમદાવાદ-વડોદરા-સુરતથી પણ અધિકારીઓની ટીમોને દરોડામાં સામેલ કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે તાજેતરમાં રાજકોટ-મોરબીમાં મોટાપાયે દરોડા પાડયા છે. હવે તહેવારો પર જ બીજુ ઓપરેશન હાથ ધરાતા વેપાર-ઉદ્યોગકારોમાં ફફડાટ છે. આવકવેરા ટારગેટ પૂર્ણ કરવા અત્યારથી જ કાર્યવાહી તેજ કરાયાના સંકેત છે.