New Delhi,તા.30
દેશભરમાં ચેક બાઉન્સના વધતા જતા કેસમાં હવે લાંબી અદાલતી કાર્યવાહીના સ્થાને પેમેન્ટના વિવાદનો ઝડપી ઉકેલ આવે તે માટે સર્વોચ્ચ અદાલતે અનેક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે નાણાકીય લેવડદેવડના આ પ્રકારના કેસમાં આરોપીને જેલ સજાના બદલે જો નાણાનુ ચૂકવણું થાય તેને વધુ મહત્વ મળવું જોઈએ.
સુપ્રીમકોર્ટે આ માટે ટ્રાયલ કોર્ટને આ આદેશોનું પાલન કરવા આદેશ આપ્યો હતો. ખાસ કરીને જેની સામે ચેક રિટર્નની ફરિયાદ અદાલતમાં દાખલ થઈ હોય તેને સમન્સ મોકલવાની પદ્ધતિમાં બદલાવ કરવા જણાવ્યું છે. જેમાં સમન્સની સાથે આરોપીને વિવાદી રકમ ઓનલાઈન ચૂકવણીની તક અપાશે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ મનમોહનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે રાજયોની ટ્રાયલ કોર્ટમાં જે પેન્ડીંગ કેસો છે તેમાં 50% કેસ તો ચેક રિટર્નના છે તેનાથી અદાલતી પ્રક્રિયા વધે છે. હવે અદાલતી સમન્સની સાથે એક ખાસ ફોર્મ આપવામાં આવશે જેમાં ચેકની માહિતી હશે.
તા.1 નવે.થી અમલમાં આવનારા આ નિયમો ફરિયાદીએ જેની સામે ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો છે તેના ફોન નંબર- ઈમેલ વિ. આપવાના રહેશે તથા કોર્ટે ટપાલ કે પછી પોલીસ મારફત સમન્સ મોકલવાની પદ્ધતિના સાથે આરોપીના ઈ-મેલ વોટસઅપવાળા મોબાઈલ નંબર કે અન્ય મેસેજીંગ એપ.થી પણ સમન્સ પાઠવશે.
ફરિયાદી વ્યક્તિગત રીતે પણ સમન્સ આપશે પછી આરોપીને જીલ્લા અદાલતમાં સુરક્ષિત યુપીઆઈ આધારીત લીંકથી રકમ જમા કરાવવાનો વિકલ્પ મળશે. સુપ્રીમકોર્ટે તેને સમન્સ ટ્રાયલ નામ આપ્યુ છે.
આ જ રીતેજે ઈવનીંગ કોર્ટે ચેક બાઉન્સના કેસ સાંભળે છે તેની અધિકાર ક્ષેત્રમાં આવતી રકમ મર્યાદા વધારાશે. ઉપરાંત સુપ્રીમે ટ્રાયલ તરીકે દિલ્હી-મુંબઈ-કોલકતા હાઈકોર્ટ ડેશબોર્ડ બનાવીને ટ્રાયલ જીલ્લા કોર્ટમાં જે ચેક બાઉન્સના કેસ રાખે છે તેમાં મોનેટરીંગ કરશે.
લોકઅદાલત જે આ પ્રકારના કેસમાં સમાધાનની ભૂમિકા બજાવતી હોય તેમાં અનુભવી ન્યાયમૂર્તિને આ કાર્યવાહીમાં સામેલ કરવા જોઈએ તથા જો આરોપી રકમ ચૂકવવા તૈયાર હોય તો કેસનો અંત લાવવા સમજાવવાના રહે છે.
જો આરોપી અગાઉથી જ આ રકમ ચૂકવવા તૈયાર હોય તો વધારાના ખર્ચમાં સમાધાન કરવાનું રહેશે. જો આરોપી પોતાની જુબાની બાદ પણ ચૂકાદા પુર્વે રકમ ચૂકવે તો 5% વધારાની રકમ ચૂકવવાની રહેશે. જીલ્લા કોર્ટે હાઈકોર્ટમાં અપીલ/રીવીઝનમાં સુનાવણી પર 7.5% અને જો સમાધાન સુપ્રીમકોર્ટમાં થાય તો 10% વધારાની રકમ ચૂકવવાની રહેશે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ કે ચેક રિટર્ન કેસમાં મહતમ 2 વર્ષની સજાની જોગવાઈ છે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસમાં દોષીતને પણ પ્રોબેશન ઓફ ઓફેન્ડર એકટ 1958 મુજબ જેલ જવા પર જે રાહત મળે છે તેના હકકદાર રહેશે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે જો ફરિયાદી ચેકની રકમ ઉપરાંત વ્યાજ વધારાનું વળતર સહિતની વધારાની રકમ માંગતા હોય તો અદાલત આરોપીને તેનો અપરાધ સ્વીકાર કરવાની સલાહ સાથે કાનૂનની જોગવાઈ મુજબ ખાસ સંતાનો ઉપયોગ કરીને દોષીતને સજા આપીને પણ પ્રોબેશનનો લાભ આપી શકે છે.
આરોપીને પ્રોબેશનનો લાભ લેવાનો હકકઃ વધારાના ખર્ચની રકમ ચૂકવવાની મર્યાદા નિશ્ચિત
* સુપ્રીમકોર્ટે જણાવ્યું કે જો આરોપી રકમ ચૂકવવા તૈયાર હોય અને પોતાની ડિફેન્સ એટીડેન્સ પુર્વે જ જો રકમ ચૂકવે તો વધુમાં વધુ 5% વધારાની રકમ ચૂકવવાની રહેશે.
* જીલ્લા કે હાઈકોર્ટમાં અપીલ/રિવિઝન પર સુનાવણી સમયે 7.5% સુધીની વધારાની રકમ ચૂકવવાની રહે છે.
* સુપ્રીમકોર્ટમાં અપીલ સમયે 10% વધારાની રકમ ચૂકવવાની રહે છે.
* ચેક રિટર્નમાં મહતમ સજા બે વર્ષ છે પણ આ મામલામાં પ્રોબેશન ઓફ ઓફેડન્સ એકટ 1998 મુજબ જેલમાં જવા સામે રાહતનો અધિકાર છે તેથી જો ફરિયાદી તેની તપાસ રકમ મેળવ્યા બાદ પણ આરોપીને સજાનો આગ્રહ રાખે તો પણ કાનૂન મુજબ અદાલત તેની ખાસ સતાનો ઉપયોગ કરીને આરોપીને સજા આપવા સાથે પ્રોબેશનનો લાભ આપી શકશે.

