Junagadh તા.30
લોકોની સાથે ફોન પર વાત કરી સસ્તામાં ફોરવીલ અપાવી દેવાની વાતો કરી કાર બતાવી તેની કીંમત નકકી કરી આંગડીયા પેઢી મારફત નાણા મંગાવી મોબાઈલ બંધ કરી દઈ લોકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરનાર વિસનગરનો શખ્સ અંતે જુનાગઢની એ ડીવીઝન પોલીસના સકંજામાં આવી ગયો છે. જેને ગત મોડી રાત્રીના જુનાગઢ લાવ્યાનું જાણવા મળેલ છે.
આ અંગેની વિગત મુજબ કાર-24 ફ્રોડનો કર્મચારી બોલુ છું તેમ કહી સામાન્ય લોકોને ફોન કરી જુદા જુદા નંબરથી ફોન કરી સસ્તામાં કાર આપવાની છે કાર ધારકનું એડ્રેસ આપી કાર જોવા જનારને કાર સસ્તામાં અપાવી દેવાનું કહી આંગડીયા પેઢી મારફત નાણા મંગાવી લઈ 15 મીનીટમાં નોટરીના કાગડીયા કરી કારનો કબ્જો અપાવી દેવાની થીયરી અપનાવી બાદ આંગડીયામાંથી નાણા ઉપાડી લઈ મોબાઈલ બંધ કરી દેનાર ચીટર ઠગને અંતે જુનાગઢ એસપી સુબોધ ઓડેદરા, આઈજી નિલેષ જાજડીયાએ આરોપીને ઝડપી લેવા જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક હીતેશ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે એ ડીવીઝન પીઆઈ આર.કે. પરમાર અને તેની ટીમે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી આરોપી સુધી પહોંચી મહેસાણાના વિસનગરના ચીટર પીયુષ મહેશ પટેલ ઉપર અંદાજીત 37 વર્ષ વાળાને વિસનગરથી દબોચી લઈ મોડી રાત્રીના જુનાગઢ લઈ આવી હોવાનું જાણવા મળેલ છે. આ ચીટરે 42 જેટલા લોકોને છેતરી 75થી 80 લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળેલ છે.