Morbi,તા.30
મોરબીના નીચી માંડલ નજીક ફેકટરીમાં શ્રમિકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું પત્ની સાથે ફોનમાં બોલાચાલી થયા બાદ યુવાને દવા પી લીધાનું ખુલ્યું છે પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મૂળ રાજસ્થાન હાલ મોરબીના નીચી માંડલ નજીક લોમેનટો પોલીપેક કારખાનામાં રહીને કામ કરતા સમરત સોમા ભગોરા (ઉ.વ.૩૦) નામના યુવાન કંપનીમાં પડેલી ઘાસ બાળવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાનને ગત તા. ૩૦ ઓગસ્ટના રોજ પત્ની સાથે ફોનમાં વાત કરતી વખતે બોલાચાલી થઇ હતી અને બોલાચાલી થતા મનમાં લાગી આવતા યુવાન ઝેરી દવા પી ગયો હતો અને સારવારમાં યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે