Morbi,તા.30
ટંકારા નજીક આવેલ ધ્રુવનગર ગામ નજીક અગાઉની બોલાચાલીનો ખાર રાખી એક ઇસમેં યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પાઈપ વડે માથામાં ઈજા કરી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ટંકારાના મેઘપર ઝાલા ગામના રહેવાસી દિનેશભાઈ ખેંગારભાઈ ગોહેલ (ઉ.વ.૩૫) નામના યુવાને ધ્રુવનગર ગામે રહેતા આરોપી રવજીભાઈ પોલાભાઈ રાણવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી દિનેશભાઈને પંદર દિવસ પહેલા હડમતીયા ગામે પાલનપીર મંદિરના મેળામાં આરોપીએ કહ્યું કે મારી ફોર વ્હીલ કાર તે કેમ જવા ન દીધી તે બાબતનો ખાર રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી દિનેશભાઈને માથાના ભાગે લોખંડના પાઈપના ટુકડા વડે ઈજા કરી હતી ટંકારા પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે