Morbi,તા.30
મોરબીના વિસીપરા અમરેલી રોડ પરથી પોલીસે દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વિસીપરા અમરેલી રોડ પર સૌરાષ્ટ્ર નળિયાના કારખાના પાસે એક ઇસમ દેશી બંદુક સાથે આંટા ફેરા કરે છે જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી અને સૌરાષ્ટ્ર નળિયાના કારખાના પાસેથી આરોપી ઈબ્રાહીમ ઉર્ફે ડાડો આદમ ચનાણી રહે કાંતિનગર મોરબી ૨ મૂળ રહે બેલા (આમરણ) વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દેશી બંદુક નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ કબજે લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે