Vadodara,તા.૩૦
આમ તો વડોદરા સંસ્કારીનગરીના નામથી ગુજરાતમાં જાણીતું છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી વડોદરામાં બની રહેલી ઘટનાઓ સંસ્કારીનગરીને દાગ લગાવી રહી છે. હાલમાં જ વડોદરાના ગરબામાં ખેલૈયાઓની અશ્લિલ હરકતો સામે આવી હતી. (કિસવાળા વીડિયો બતાવીશું) ત્યારે હવે સંસ્કારીનગરીમાં લોકો બિન્દાસ્ત દારૂ પીતા કેમેરામાં કેદ થયા છે.
જે જગ્યા પર દારૂની મહેફિલ જામી હતી તે ગોરવામાં આવેલું કૃષ્ણસાગર તળાવ છે. ધારાસભ્ય કેયુર રોકડિયાના મત વિસ્તારમાં આવતું આ કૃષ્ણસાગર તળાવ કોર્પોરેશન સંચાલિત છે. તેવામાં કોર્પોરેશનના જ ગાર્ડનમાં જાહેરમાં દારૂ પાર્ટીની ઘટના સામે આવી છે. હવે દારૂડિયાઓની હિંમત તો જુઓ, પહેલાં જાહેરમાં દારૂ ઢીંચે છે અને સાથે જ થાય તે કરી લેવાની ધમકી પણ આપે છે.
ધારાસભ્ય કેયુર રોકડિયાના મત વિસ્તારના ગાર્ડનમાં આ દારૂ પાર્ટી પહેલીવાર નથી થઈ, ઘણા સમયથી ગાર્ડનમાં દારૂ પાર્ટી ચાલી રહી છે. આ અમે નથી કહી રહ્યા, ગાર્ડનના સિક્યુરિટીનો દાવો છે. માત્ર કૃષ્ણસાગર તળાવ જ નહીં, સિક્યુરિટી એજન્સીની મિલિભગતથી વડોદરાના મોટાભાગના ગાર્ડનમાં આવી જ મહેફિલો ચાલતી હોવાનો લોકોનો દાવો છે.
ગોરવાનું કૃષ્ણસાગર તળાવ ગાર્ડન ધારાસભ્ય કેયુર રોકડિયાના વિસ્તારમાં આવે છે. ત્યારે ધારાસભ્યએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.વાતચીતમાં ધારાસભ્ય કેયુર રોકડિયાએ તો કડક કાર્યવાહીની માગ કરી છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી એ પણ ચિંતાનો વિષય છે.