New Delhi,તા.01
દેશમાં અમેરિકી ટેરીફ મુદે લાંબા સમયથી ચાલી આવતી અનિશ્ચિતતા અને ફુગાવામાં પણ થયેલા થોડા વધારા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ સાવચેતીનું વલણ અપનાવતા આગામી બે માસ માટે વ્યાજદર યથાવત રાખ્યા છે.
સોમવારથી શરુ થયેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની મોનેટરી પોલીસી કમીટીની બેઠકના અંતે આજે ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપોરેટ 5.5%ની સપાટીએ જાળવી રાખવાની જાહેરાત કરતા દેશમાં તહેવારો સમયે જે રીતે લોકોમાં ખરીદીનો સેન્ટીમેન્ટ સર્જાયો છે તે વચ્ચે વ્યાજદર ઘટાડાની અને કમ સે કમ 25 બેસીસ પોઈન્ટ વ્યાજદર ઘટશે તેવી જે આશા હતી તે પુરી થઈ નથી.
રિઝર્વ બેન્કને ફુગાવો વધવાનો ડર છે. જો કે તે હજું રિઝર્વ બેન્કની અંકુશમાં હોવાનો છતા વધતો હોવાનું અને હાલ 2.6%નો અંદાજ મુકાયો છે. જો કે હાલના અનેક પગલાથી દેશનો જીડીપી અંદાજ 6.5% થી વધારી 6.8% કર્યો છે.
રૂપિયાની મુવમેન્ટ પર રિઝર્વ બેન્કની નજર હોવાનું જણાવાયું છે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે અગાઉ જે વ્યાજદર ઘટાડો થયો છે તેની પુરી અસર થાય ત્યાં સુધી તે રાહ જોવાનું પસંદ કરશે.