વેપારીએ ચેક પાસ ન થવા દઈ ગંભીર ગુનો આચર્યો કોર્ટે, રૂ.૧૯ લાખ ન ચૂકવે તો વધુ ૩ માસની સજા
Rajkot તા.૨૯ઃ
માલની ચુકવણી પેટે આપેલો ચેક રિટર્નના કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટર પ્રવીણકુમાર શ્રીનિવાસ તુલીને ૧ વર્ષની સાદી કેદ અને ચેકની રકમ રૂ.૧૯ લાખ ચૂકવવાનો રકમ ન ચૂકવે તો વધુ ૩ માસની સજા ભોગવવા અદાલતે હુકમ કર્યો છે.હકીકત મુજબ શહેરમા રહેતા નરેશ સ્ટીલ સિન્ડિકેટના પ્રોપ્રાઇટર નરેશકુમાર વિનયચંદ્ર ખંધાર પાસેથી શહેરના ગોંડલ રોડ પર વાહનની બેટરીનો વેપાર કરતા પ્રવીણકુમાર તુલીએ બાકીમા માલ લીધો હતો.
તેની ચૂકવણી પેટે રૂ.૧૯ લાખનો ચેક આપ્યો હતો, જે રિટર્ન થતા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાંં દલીલ અને દસ્તાવેજી પુરાવા તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.ટી. રબારીએ ફરિયાદીના વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ, કાયદાકીય દલીલો માન્ય રાખી કોર્ટે આરોપી પ્રવીણકુમાર શ્રીનિવાસ તુલીને ૧ વર્ષની સાદી કેદ અને ચેકની રકમ રૂ.૧૯ લાખ વળતર સ્વરૂપે ફરિયાદીને ૩૦ દિવસમાં ચૂકવી દેવા અને તેમાં નિષ્ફળ જાય તો વધું ૩ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ મિતુલ જે. ગારડી અને શક્તિ કે. ગોહેલ રોકાયા હતા.

