Washington, તા.3
જે જમાનામાં પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર પુરુષોના પ્રભુતનું ગણાતું ત્યારે એક મહિલા જેન ગુડોલે એ ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કર્યું. એટલું જ નહીં, તેમણે ચિમ્પાન્ઝી વિશે કરેલું સંશોધન તો બ્રેકથુ્ર ગણાયું. તેમણે આખું જીવન પર્યાવરણ, જંગલ અને સજીવોને આપી દીધું. 3જી એપ્રિલ, 1934માં જન્મેલાં જેનનું 91 વર્ષની વયે અવસાન થયું હતું.
જેન ગુડોલનો જન્મ લંડનમાં થયો હતો. તેમને બાળપણથી જ સજીવો માટે ખૂબ પ્રેમ હતો. 1920માં લખાયેલું એક પુસ્તક ધ સ્ટોરી ઓફ ડો. ડુલિટલ તેમને બેહદ પસંદ પડયું હતું. એમાં એક ડોક્ટર પ્રાણીઓ સાથે વાતો કરે છે. એ વાંચ્યા પછી તેમને સજીવો માટે કામ કરવાની ઈચ્છા થઈ. તેમને હંમેશા આફ્રિકાના જંગલો આકર્ષતા હતાં. 1957માં પહેલી વખત કેન્યાની મુલાકાતે ગયાં.
ત્યાં તેમણે જાણ્યું કે ચિમ્પાન્ઝીનો અભ્યાસ કરવાથી માનવના પ્રાચીન પૂર્વજો વિશે જાણી શકાય છે. તે વખતે આ ક્ષેત્રમાં પુરુષોનો દબદબો હતો. મહિલાઓ આ ક્ષેત્રના સંશોધનમાં આવતી ન હતી. જેને એ ક્ષેત્રમાં સંઘર્ષ કરીને સંશોધન શરૂ કર્યું. 1960માં તાન્ઝાનિયાના ગોમ્બે નેશનલ પાર્કમાં જઈને ચિમ્પાન્ઝી પર સંશોધન હાથ ધર્યું.તેમણે ચિમ્પાન્ઝીને નામ પણ આપ્યા. જેમ કે, ફીફી, પૈશન અને ડેવિડ ગે્રબર્ડ – એવા નામો આપીને ચિમ્પાન્ઝી સાથે દોસ્તી કરી.
તેમણે વર્ષો સુધી સંશોધન કર્યા પછી ચિમ્પાન્ઝીની બુદ્ધિમત્તા સાબિત કરી. તેમણે એ સાબિત કર્યું કે ચિમ્પાન્ઝી ખૂબ બુદ્ધિશાળી સજીવ છે અને ખરેખર માણસના પૂર્વજ છે. એ તર્કપૂર્ણ વિચારી શકે છે અને એનામાં વ્યક્તિત્વનો વિકાસ થાય છે. તેમનું આ તારણ ખરેખર બે્રકથુ્ર નીવડયું.
કેટલાય સંશોધકોને તેમણે દિશા બતાવી. 1996માં પીબીએસ ડોક્યુમેન્ટ્રીમાં તેમણે કહ્યું હતું કે માત્ર માણસો જ નહીં, સજીવોને પણ વ્યક્તિત્ત્વ હોય છે અને તેમને પણ સુખ અને દુખનો અનુભવ થાય છે. તેઓ સતત ડોક્યુમેન્ટ્રીઝ અને ટીવી સિરીઝમાં દેખાતા હતા એટલે પ્રાણીશાસ્ત્રના સંશોધકોમાં ખૂબ જાણીતું નામ બની ગયા હતા.
પછીના સમયગાળામાં સજીવસૃષ્ટિના એક્સપર્ટ્સ તરીકે તેઓ દુનિયાભરમાં જાણીતું નામ અને ચહેરો બન્યા હતા. તેમણે જેન ગુડોલ ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી અને છેક સુધી તેઓ વર્ષમાં 250-300 દિવસ પર્યાવરણ-સજીવો માટે દુનિયાભરમાં ફરતા હતા. તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘનો શાંતિ દૂત એવોર્ડ મળ્યો હતો ને અમેરિકાનું પ્રેસિડેનિ્શયલ પ્રાઈઝ એનાયત થયું હતું.