Canadaતા.3
કેનેડામાં હવે ભારતભર ફિલ્મોને નિશાન બનાવવામાં આવી રહી છે. ઓકવિલના એક ફિલ્મ થિયેટરમાં ભારતીય ફિલ્મ દર્શાવાઇ રહી હતી ત્યારે આગ લગાડવાની ઘટના બની હતી. જો કે સદભાગ્યે કોઇ નુકશાનની ખબર નથી. જયારે અન્ય એક ઘટનામાં સિનેમાહોલ પર ફાયરીંગની ઘટના બની હતી. અહીં ભારતીય ફીલ્મનું સ્ક્રીનીંગ થઇ રહયું હતું. આ ઘટનામાં ખાલીસ્તાનીઓના હાથની શંકા વ્યકત કરાઇ રહી છે.
કેનેડાથી ફરી એકવાર ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ઓકવિલમાં એક થિયેટરને નિશાન બનાવવામાં આવી હતી જ્યાં ભારતીય ફિલ્મો રિલીઝ કરવામાં આવતી હતી. આ જ કારણે થિયેટરને સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો હતો.
આ ઘટના 2-3 ઓક્ટોબરે થયો હતો. બે હુમલાખોરો પેટ્રોલ છાંટીને થિયેટરને બાળી નાખવાની કોશિશ કરતા કેમેરામાં કેદ થયા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળ ખાલિસ્તાનીઓનો હાથ હોઈ શકે છે. જોકે એ તપાસનો વિષય છે. હાલમાં ઘટનાને ધ્યાનમાં રાખી થિયેટરમાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.
કેનેડાના ઓકવિલમાં આવેલી Film.Ca Cinemas ના ગેટ પર 3 ઓક્ટોબરે હુમલાખોરો કેમેરામાં પેટ્રોલ છાંટતા અને આગ લગાવતા કેદ થયા હતા. હુમલો સવારે લગભગ 5ઃ20 વાગ્યે કરાયો હતો. બે હુમલાખોરો લાલ ગેસ કેન હાથમાં લઈને આગ લગાવતા દેખાઈ રહ્યા છે. તેમણે બહારથી આગચંપી કરી હતી.
સદભાગ્યે સિનેમાઘરની ઈમારતને ભારે નુકસાન થયું હતું અને આગ અંદર સુધી ફેલાઈ શકી નહોતી. બંને હુમલાખોરો કાળા કપડાં પહેરીને આવ્યા હતા અને હુમલો કરીને બંને ભાગી ગયા હતા. અન્ય કિસ્સામાં સિનેમાહોલમાં ફાયરીંગની ઘટના બની હતી.