New Delhi તા.3
જલવાયુ કાર્યકર્તા સોનમ વાંગચૂકની પત્ની ગીતાંજલી આંગમોએ લદાખ પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ એનએસએ અંતર્ગત તેમના પતિ સોનમ વાંગચૂકની કરવામાં આવેલી ધરપકડને પડકારીને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. 24 સપ્ટેમ્બરે લદાખમાં થયેલા હિંસક અથડામણ બાદ તેમની ધરપકડ કરી હાલ તેમને રાજસ્થાનની જોધપુરની જેલમાં રાખવામાં આવ્યા છે.
ગીતાંજલીએ ગઈકાલે સુપ્રીમકોર્ટમાં બંધારણની કલમ 32 અંતર્ગત પોતાની અરજી દાખલ કરી છે અને સોનમ વાંગચૂક સામે એનએસએ કાનૂન અંતર્ગત થયેલી કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. આંગમોના વકીલ સર્વમ રીતમ ખરેના માધ્યમથી દાખલ કરેલી અરજીમાં તત્કાલ સુનાવણીની માંગ કરી છે. વાંગચૂક પર એનએસએ લગાવવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા છે.
આંગમોએ આરોપ લગાવ્યો છે કે તેને હજુ સુધી કસ્ટડી આદેશની કોપી પણ મળી નથી, જે નિયમોનો ભંગ છે. તેણે કહ્યું હતું કે આજ સુધી તેનો પતિ સાથે સંપર્ક નથી થઈ શકયો. ગીતાંજલીએ સવાલ ઉઠાવ્યો હતો કે સીઆરપીએફને ગોળી ચલાવવાનો આદેશ કોણે આપ્યો હતો? પોતાના જ નાગરિકો પર કોણ ગોળી ચલાવે? ખાસ કરીને ત્યાં જવા કયારેય હિંસક પ્રદર્શન નથી થયા.
સોનમ વાંગચૂકનું પુરી ઘટના સ્થળે કઈ લેવાદેવા નથી. તે એ સમયે શાંતિથી ભૂખ હડતાલ પર બેઠા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે સોનમથી ધરપકડ કાવતરાના ભાગરૂપે કરાઈ છે.