અમરેલી તા.3
દાહોદ પંથકના કંથાગર નાની વસાઇ ફળીયુના વતની નવલીબેન રમેશભાઇ બારીઆ નામની 40 વર્ષિય શ્રમિક મહિલાઆની દિકરીને દાહોદ પંથકના રાવળના વરૂણા ગામે રહેતા તેણી પતિ આરોપીએ શારીરિક માનસીક ત્રાસ આપી અઢી વર્ષ પહેલાં કોઇપણ સમયે કોઇ પણ કારણસર અને કોઇપણ રીતે તેણીનું ખુન કરી નાખી અને કોઇને ખબર ના પડે તે માટે થઈ તેણીની લાશને ગુમ કરી દઈ હત્યાના પુરાવાનો નાશ કરી દીધાની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરેલ છે.
આ બનાવને લઈ ચકચાર મચી જવા પામેલ છે. આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ દાહોદ પંથકના કંથાગર નાની વસાઇ ફળીયુના વતની નવલીબેન રમેશભાઇ બારીઆ નામની 40 વર્ષિય શ્રમિક મહિલાઆની દિકરી સંગીતાને દાહોદ પંથકના રાવળના વરૂણા ગામે રહેતા તેણી પતિ આરોપી ભાવેશ કલ્પેશભાઇ કટારાએ શારીરિક માનસીક ત્રાસ આપી ગત તા.11/2/23 થી તા.16/2/23 દરમ્યાન કોઇપણ સમયે કોઇ પણ કારણસર અને કોઇપણ રીતે અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામની સિમમાં સંગીતાનું ખુન કરી નાખી અને કોઇને ખબર ના પડે તે માટે થઈ સંગીતાની લાશને ગુમ કરી દઈ હત્યાના પુરાવાનો નાશ કરી દીધાની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 498(ક), 201 મુજબ ફરિયાદ નોંધી આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરેલ છે.
આ બનાવ બન્યા બાદ અઢી વર્ષ બાદ પોલીસમાં ફરિયાદ નોંધતા લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહયા છે.