Amreli,તા.3
ગુજરાત રાજય એખેતી આધારિત રાજય છે. રાજયના સર્વાંગી વિકાસમાં ખેતી, ખેડૂતો, ખેત મજુરો, પશુપાલકો, ખેત આધારિત ઉદ્યોગ – વ્યવસાયનો ખુબ મોટો ફાળો રહ્યો છે. વર્તમાન સમયમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની ગામડાઓના વિકાસને લગતી અનેક યોજનાઓ છે.
અને સરકાર નાણાકીય ગ્રાન્ટો પણ મોટા પ્રમાણમાં ફાળવે છે. ત્યારે સ્થાનિક સ્તરે પંચાયત અને સેવા સહકારી મંડળીઓના સમન્વય થકી વિકાસને આગળ ધપાવવાનીને ઈફકોના ચેરમેન અને કૃષિ અને ગ્રામવિકાસ પરિષદના સંસ્થાપક દિલીપ સંઘાણીએ વ્યકત કરી છે.
આજે દશેરાના પવિત્ર દિવસે તેઓએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, પવિત્ર નવરાત્રીના તહેવારો પછી વિજયાદશમી દિને સંકલ્પ બન્ધ બનીને રાજયના દરેક ગામ, તાલુકા અને જિલ્લા અને રાજય સ્તરે કૃષિ અને ગ્રામવિકાસ પરિષદનું સંગઠન ઉભું કરવામાં આવશે.
તેનો હેતુ ભાંગતાં ગામડાઓ વિકાસ તરફ આગળ વધે, ખેતીમાં આમુલ પરિવર્તન લાવીને આધુનિક ખેતી તરફ રોજગારી ઉભી કરવી, રાજયમાં પશુપાલન વ્યવસાય, મત્સઉદ્યોગ વ્યવસાય. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વોકલ ફોર લોકલ અને સ્વરોજગારલક્ષી માહિતી, માર્ગદર્શન સાથે જન સેવાના વિવિધ કાર્યો, ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, આરોગ્ય કેમ્પો તેમજ લોક સમસ્યા અને લોકપ્રશ્નોને સંગઠનના માઘ્યમથી વાંચા આપવામાં આવશે.