Jasdan,તા.3
જસદણ વિછીયા તાલુકાના વિવિધ ગામોના માતાજીના મઢે માં જગદંબાના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે જગતજનની નવદુર્ગા માતાજીના દર્શન કરી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આશીર્વાદ લીધા હતા.
જસદણ વિછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હાલ જગતજનની અંબાજી માના નોરતા એટલે કે નવરાત્રિના અતિ પાવન પ્રસંગે વિવિધ ગામોમાં આવેલ માતાજીના મઢે જય અને જગત જનની માં નવદુર્ગા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
જેમાં જસદણના કમળાપુર મદાવા કડુકા દેવપરા છાસિયા તેમજ વીંછીયા તાલુકાના ઓરી ભંડારીયા કાસલોલીયા હિંગોળગઢ સહિતના વિવિધ ગામોની અંદર માતાજીના મઢે જઈ જગતજનની મા જગદંબાના પાવન આશીર્વાદ પ્રાપ્ત કરી ખૂબ જ ધન્યતા અનુભવી હતી આ સમયે જસદણ વિંછીયા પંથકના આગેવાનો એ પણ જગત જનની અંબાજીમાંના આશીર્વાદ મેળવી ધન્ય થયા હતાં.