Morbi,તા.03
ટૂ વ્હીલર કે કાર જ નહિ લાંબા ટ્રક ટ્રેલર પણ ખાબકે તેવડા મોટા ખાડા
વરસાદની સીઝન તો પૂર્ણ થઇ ગઈ છે જોકે તંત્રના પાપે વાહનચાલકો હજુ પણ હેરાન જોવા મળી રહ્યા છે વરસાદને કારણે રોડ રીપેરીંગ જેવી કામગીરી અટકી જતી હોય છે પરંતુ હવે વરસાદ નથી છતાં રોડ પરના ખાડા બુરવાની કામગીરી કરવામાં આવતી નથી મોરબી કંડલા હાઈવે પર ટ્રકના ટાયર ઘુસી જાય અને મોટા વાહનો પણ પલટી મારી જાય તેવડા ખાડા જોવા મળી રહયા છે
મોરબીના કંડલા હાઈવે પર રવિરાજ ચોકડી પાસે મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે મોટા ખાડામાં તાજેતરમાં પડેલા વરસાદના પાણી ભરેલા છે જેથી બાઈક ચાલકો તો જીવના જોખમે અહીંથી પસાર થાય છે તો કાર પણ ખાડામાં ખાબકે તો અકસ્માત સર્જાય તેવડી સાઈઝના ખાડા જોવા મળે છે નાના વાહનો જ નહિ મોટા ભારે ટ્રાન્સપોર્ટ વાહનચાલકો પણ હેરાન છે લોડેડ વાહનો આવડા મોટા ખાડામાંથી સતત બીતા બીતા વાહન પસાર કરતા હોય છે ક્યારે વાહન પલટી મારી જાય તે નક્કી નહિ તેવી સ્થિતિ જોવા મળી છે હાઈવે ઓથોરીટી રોડ રીપેરીંગ અને ખાડા બુરવાના દાવા કરે છે પરંતુ તે દાવાઓ પોકળ સાબિત થયા છે