Colombo, તા.4
ICC મહિલા ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા, ટીમ ઈન્ડિયાના તાલીમ દરમ્યાન અફરાતફરી મચી ગઈ હતી. શુક્રવારે સાંજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રેકિ્ટસ કરી રહી હતી ત્યારે આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સાપ જોવા મળ્યા હતા.
લંકા પ્રીમિયર લીગ મેચો દરમિયાન પણ સાપ સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. તેમજ જુલાઈમાં શ્રીલંકા-બાંગ્લાદેશ ODI દરમિયાન પણ જોવા મળ્યા હતા. એક ગ્રાઉન્ડમેનએ કહ્યું, “તે ઝેરી નથી અને કરડતો પણ નથી.” શુક્રવારે, ભારતીય ખેલાડીઓ મિડ-વિકેટથી નેટ તરફ આગળ વધી રહ્યા હતા
ત્યારે ભૂરા રંગનો સાપ નાળા અને સ્ટેન્ડ પાસે જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ખેલાડીઓએ નેટ પ્રેકિ્ટસ રોકી દીધો હતી અને ગ્રાઉન્ડ ટીમ દ્વારા સાપ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થિતિ કાબુમાં આવતાની સાથે જ મહિલા ટીમ એ ફરી પાછી નેટ પ્રેકિ્ટસ શરૂ કરી હતી.
રવિવારે મહિલા વર્લ્ડ કપના બીજા મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમે તેની પહેલી મેચમાં શ્રીલંકા પર સરળ વિજય મેળવ્યો હતો. દરમિયાન, આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો ભારે પરાજય થયો હતો.
તેથી, પાકિસ્તાની ટીમ માટે ભારત સામે પોતાનો વિજય ક્રમ પાછો મેળવવો મુશ્કેલ બનશે, કારણ કે ટીમ ઈન્ડિયા ફુલફોર્મમાં છે.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ટીમ તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. ભારત વર્લ્ડ કપનું આયોજન કરે છે. રાજકીય તણાવને કારણે, પીસીબીએ તેની ટીમને ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો. આ જ કારણ છે કે પાકિસ્તાની ટીમની બધી મેચ શ્રીલંકા માં યોજાઈ રહી છે.