Pakistan તા.4
પાકિસ્તાનમાં વધતી જતી આર્થિક અસ્થિરતા અને દર્દતા જતા ઓપરેશનલ ખર્ચના કારણે હવે મલ્ટી નેશનલ કંપી પ્રોકાર ઐન્ડ ગેમ્બલ (પી એન્ડ જી) એ દેશમાં પોતાનો કારોબાર બંધ કર્યો છે. શેલ ફાઇઝર જેવી અન્ય મલ્ટી નેશનલ કંપનીઓના પલાયન બાદ હવે પી એન્ડ જીએ પાકીસ્તાનમાંથી ઉચાળા ભર્યા છે.
આ ઘટનાઓ પાકીસ્તાનની નબળી અર્થ વ્યવસ્થા દર્શાવે છે જયારે બીજી બાજુ ભારત પોતાની મજબુચ આર્થીક સ્થિતીનું એક ઉદાહરણ રજુ કરી રહયું છે. પાકીસ્તાન હાલ આર્થીક રીતે બરબાદીના કગાર પર છે. મલ્ટી નેશનલ કંપનીઓ પાકીસ્તાનમાં પોતાનો કારોબાર સમેટી રહી છે. જેમાનું તાજુ ઉદાહરણ પી એન્ડ જીનું છે.
કંપની ત્યાં પોતાની સ્થાનીક મેન્યુફેકચરીંગ અને કોમર્શીયલ એકટીવીટીસ બંધ કરી રહી છે. તેમાં જિલેટ પાકીસ્તાન લીમીટેડ પણ સામેલ છે. હવે પી એન્ડ જી ક્ષેત્રિય ચેનલોથી પાકીસ્તાનના બજારોને સેવા આપશે.
આ નિર્ણય પી એન્ડ જીનાા વૈશ્વીક પુનઃ ગઠનના પ્રયાસોનો ભાગ છે. પરંતુ સત્ય એ છે કે પાકીસ્તાનની આર્થીક અસ્થિરતા નબળો ગ્રાહક વર્ગ વધતા ઓપરેશનલ ખર્ચ વગેરે છે.
બીજી બાજુ પાકીસ્તાન સામે ભારત મોટુ ઉદાહરણ છે. ભારત અર્થ વ્યવસ્થાએ ઝુકયા વિના અમેરિકાના ઉંચા ટ્રમ્પ ટેરીફનો સામનો કરીને પોતાનો દમ દેખાડયો છે. જયારે અમેરિકાએ પાકીસ્તાનને ટેરીફમાં અનેક રાહત આપીને કે તેની સાથે નજદીકી વધારીને પણ પ્યાર દર્શાવ્યો છેે.
વિદેશી મામલાના એકસપર્ટ સુશાંત શરીને પાકીસ્તાનની સ્થિતી પર ગંભીર ચેતવણી આપી છે કે પાકીસ્તાન ભલે ગ્લોબલ લીડરની યજમાની કરી રહયું હોય પણ તે વેશ્વિક વેપાર ખોઇ રહયું છે.