Morbi,તા.04
વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે ફેક્ટરીની ઓરડીમાં રહીને કામ કરતા ૨૨ વર્ષના પરપ્રાંતીય શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશ હાલ વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં શ્રી હરી એન્ટરપ્રાઈઝ સેન્ડ સ્ટોન પ્લાન્ટમાં રહીને મજુરી કરતા અખિલેશ ચંદ્રબલી યાદવ (ઉ.વ.૨૨) નામના યુવાને પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ ચલાવી છે
Wankaner : અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ અંગે પત્નીએ ઠપકો આપ્યો, એસીડ પી લેતા પતિનું મોત
વાંકાનેર તાલુકાના સિંધાવદરના રહેવાસી ૩૦ વર્ષીય યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાથી પત્નીએ ઠપકો આપતા યુવાને એસીડ પી લીધું હતું અને યુવાનનું મોત થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના સિંધાવદર, ગાત્રાળનગરમાં રહેતા મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉ.વ.૩૦) નામના યુવાન એસીડ પી લેતા મોત થયું હતું બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મનીષભાઈને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને પત્નીએ ઠપકો આપ્યો હતો જેથી લાગી આવતા યુવાન એસીડ પી લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે