Ahmedabadતા.૪
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી)એ હાલના કાયદામાં મર્યાદાઓ ટાંકીને, એએઆઇબીએ પાઇલટ્સ એસોસિએશનની માંગણીને નકારી કાઢી છે. જણાવી દઈએ કે,એએલપીએએ વિમાન દુર્ઘટના તપાસમાં બાહ્ય વિષય નિષ્ણાતનો સમાવેશ કરવાની માંગ કરી હતી. જોકે,એએઆઇબીએ ખાતરી આપી છે કે, કાયદામાં ભવિષ્યમાં કોઈ ફેરફારો થશે તો નિષ્ણાતોના સમાવેશ માટે માર્ગ મોકળો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ૧૨ જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-૧૭૧ ક્રેશ થઈ ગઈ હતી. આ ફ્લાઇટમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ મેમ્બર્સ હતા. આ અકસ્માતમાં ૨૯૯ મુસાફરો, બધા ક્રૂ મેમ્બર્સ અને જમીન પર રહેલા ૧૯ લોકોના મોત થયા હતા.
એએઆઇબી આ દુર્ઘટનાની તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે, જેમાં યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ, યુકેની એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ અને બોઇંગના નિષ્ણાતો પણ સામેલ છે.પાઇલટ એસોસિએશનના પ્રતિનિધિઓએ દિલ્હીમાં એએઆઇબીના ડિરેક્ટર જનરલ જીવીજી યુગંધર સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે,એએલપીએ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રીને લખેલા પત્ર બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.
આ પત્રમાં, પાઇલટ્સ એસોસિએશને માંગ કરી હતી કે, પાઇલટ્સના દૃષ્ટિકોણને વધુ સારી રીતે સમજવા માટે તેમના નિષ્ણાતોને તપાસમાં સામેલ કરવામાં આવે.એએલપીએના પ્રમુખ સેમ થોમસે બેઠક બાદ જણાવ્યું હતું કે, ડીજી એએઆઇબીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વર્તમાન ઉડ્ડયન કાયદા હેઠળ, ભારત સરકારનો ભાગ ન હોય તેવી કોઈપણ બહારની સંસ્થાને તપાસમાં સામેલ કરવી શક્ય નથી. જોકે, તેમણે એ પણ વચન આપ્યું હતું કે, જ્યારે ભવિષ્યમાં કાયદામાં સુધારો કરવામાં આવશે, ત્યારે બહારના નિષ્ણાતોને સત્તાવાર રીતે સામેલ કરવાનો માર્ગ શોધવામાં આવશે. થોમસે એમ પણ જણાવ્યું હતું કે, એએઆઇબીએ એએલપીએસાથે ત્રિમાસિક બેઠકો યોજવા માટે સંમતિ આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,એએઆઇબીએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં થતી તમામ અકસ્માત તપાસમાં એએલપીએ ઇન્ડિયા અથવા તેના નામાંકિતોને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવશે. જોકે, કોઈપણ ચોક્કસ કેસમાં આઉટસોર્સ્ડ નિષ્ણાતોને સામેલ કરવાનો અંતિમ નિર્ણય મુખ્ય તપાસકર્તા પર રહેશે.
એએઆઇબીના એક વરિષ્ઠ અધિકારીએ આ બેઠકને ઔપચારિક ગણાવતા કહ્યું કે,આઇએલપીએએ સલામતી અને વૈશ્વિક હાજરીમાં તેની ભૂમિકા જણાવી છે. અમે સ્પષ્ટતા કરી છે કે, તપાસ છછૈંમ્ ના નિયમો અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના ધોરણો અનુસાર હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ૧૨ જુલાઈના રોજ એએઆઇબીના પ્રારંભિક અહેવાલના પ્રકાશન પછી આઇએલપીએની માંગણીઓ વધુ તીવ્ર બની હતી. અહેવાલમાં જણાવાયું છે કે, ટેકઓફ પછી એક સેકન્ડના અંતરે વિમાનનો ફ્યુઅલ સ્વીચ બંધ થઈ ગયો હતો, જેના કારણે કોકપીટમાં કન્ફ્યૂઝન ઊભું થયું હતું અને વિમાન ઇમારત સાથે અથડાયું હતું.
આ અકસ્માતે ઉડ્ડયન ઉદ્યોગમાં સલામતી અને તપાસ પ્રક્રિયાઓ અંગે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.આઇએસપીએ કહ્યું છે કે, ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે તપાસમાં પાઇલટ્સના અવાજોનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. બીજી બાજુ,એએઆઇબી, હાલના નિયમોમાં ન્યાયી અને પારદર્શક તપાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.