માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના, દીવ-વેરાવળના દરિયામાં કરંટ
Gandhinagar,તા. ૫
અરબ સાગરમાં સક્રિય થયુ છે. જેમાં વાવાઝોડાને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમાં ન્ઝ્રજી ૩ ઉત્તરમાં અને ડ્ઢઉ૨ દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણ કલાકની પ્રતિ ઝડપે શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ઓમાનથી ૨૨૦ દ્ભસ્ દૂર શક્તિ વાવાઝોડું છે. ત્યારે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. ત્યારે દિવના દરિયામાં શક્તિ વાવાઝોડાની અસર દેખાઈ છે. દીવ અને ગીરસોમનાથના દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા છે. માછીમારોને આજે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તથા વેરાવળ બંદર પર પણ ત્રણ નંબરનું સિગ્નલ અપાયું છે તેમજ માછીમારોને બોટ લઈ બંદર પર પરત ફરવા આદેશ છે.
મહત્વનું છે કે, ‘શક્તિ’ ચક્રવાત ગુજરાત આવતા નબળું પડ્યુ છે. શક્તિ ચક્રવાત ગતિમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યુ છે. નલિયા અને દેવભૂમિ દ્વારકાથી શક્તિ વાવાઝોડું ૮૨૦ કિમી દૂર છે. તથા ઓમાનના હદથી ૨૨૦ કિમી શક્તિ વાવાઝોડું દૂર છે. આવતીકાલ સવાર સુધી તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે. તથા ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે.
હવામાન વિભાગ મુજબ, ’શક્તિ’ વાવાઝોડાની અસરને લઈને આગામી ૫ દિવસ ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. ૮ ઑક્ટોબરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી સારો એવો વરસાદથી સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ મુજબ, અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું ’શક્તિ’ની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વર્તાઈ શકે છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે ૈંસ્ડ્ઢએ માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. જેમાં ગીર સોમનાથના વેરાવળ, દેવભૂમિ દ્વારકા, દીવ સહિતના દરિયામાં ભારે પવન સાથે મોજાં ઉછળી રહ્યા છે.