Gandhinagar તા.6
રાજય સરકારની સહાયતાથી ચાલુ વર્ષમાં એસટી નિગમને 2300થી વધુ નવા વાહનની ફાળવણી શરૂ થઇ ગઇ છે. છેલ્લા કેટલાક મહીનાઓથી ક્રમશઃ જુદાજુદા એસટી ડિવીઝનોને નવા વાહનોની ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર એસટી નિગમને નવા વાહનોનો જંગી કાફલો આગામી સોમવારે ગાંધીનગર ખાતેના બસસ્ટેન્ડ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવા આવનાર છે.
આગામી તા.6ને સોમવારના રોજ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે રાજયના 11 એસટી ડીવીઝનોને 200 જેટલી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ અંગેની એસટી નિગમના સુત્રોમાંૅથી મળતી વધુ વિગતો મુજબ સોમવારે સાદી અને ગુર્જર નગરી બસોનું 11 ડીવીઝનોને લોકાર્પણ કરવામાં આવશે.
એસટી નિગમના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એસટી વિભાગને 21, ભુજને 18, અમરેલી જુનાગઢ અને ભાવનગર વિભાગને 28 નવી બસો ફાળવવામાં આવનાર છે. વધુમાં મળતી વિગતો મુજબ નડીયાદ અને વડોદરા વિભાગને નવી 44 તથા હિંમતનગર અને ગોધરા વિભાગને ર1 તેમજ મહેસાણા અને અમદાવાદ વિભાગને 41 નવી બસોની ફાળવણી કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે સાદી અને ગુર્જર નગરી ઉપરાંત રાજકોટ વિભાગને ટુંક સમયમાંજ વધુ 10 નવી એસી બસો પણ મળનાર છે.