Junagadh તા.6
જુનાગઢ રહેતા વૃધ્ધને રાજકોટ રહેતી મહિલાએ રાજકોટ બોલાવી ચોટીલા ખાતે હોટલમાં લઈ જઈ અંગત પળો માણી તેનો વીડિયો ઉતારી લઈ અન્ય આરોપી મહિલા સહિતને મોકલી વાયરલ કર્યો.
આ જુનાગઢના વૃધ્ધની પાસેથી નાણા પડાવવા તેનાથી નાની છોકરીઓને પ્રેગ્નેન્ટ કરી નાણા આપી છોકરા પડાવી નાખે છે તેવી ધમકી આપી રૂા.40 લાખની માંગણી કર્યાની જુનાગઢ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
ફરીયાદી પરસોતમભાઈ ત્રિકમભાઈ કનેરીયા (ઉ.67) રે. વિનાયક રેસીડેન્સી ચોબારી રોડ બ્લોક નં.503માં રહેતા હોય જેમને ગત તા.19-9થી આજ દિન સુધીમાં આરોપી મહિલા ઉર્મીલા નામની સ્ત્રી રે. રાજકોટ વાળીએ રાજકોટ બોલાવી ચોટીલા સાથે લઈ જઈ પરસોતમભાઈ સાથે હોટલમાં અંગત પળો માણી તેનો વીડિયો ઉતારી લીધો હતો.
જે વીડિયો આરોપી અજાણ્યા શખ્સ મો. 9601510105ને મોકલી તેમણે આ વીડિયો આરોપી ઉર્મીલાની બહેનપણી જેનું નામ સરનામું ખબર નતી તેણીને મોકલેલ તે વીડીયો પરસોતમભાઈને મોકલ્યો હતો ઉપરાંત વીડિયો વાયરલ કરવાનું કહી પોતાનાથી નાની ઉમરની છોકરીઓની સાથે મીત્રતા કેળવી તેણીઓ સાથે શરીર સબંધ બાંધી છોકરીઓને પ્રેગ્નેન્ટ કરી રૂપિયા આપીને છોકરા પડાવી નાખે છે
તેવો ખોટો ગુનો દાખલ કરવાની ધમકી આપી આ ટોળકીએ પરસોતમાભાઈ પાસે રૂા.40 લાખ બળજબરી પૂર્વક માંગણી કર્યાની ફરીયાદ ગઈકાલે બી ડીવીઝન પોલીસમાં નોંધાવતા પીઆઈ એ.બી. ગોહીલે તપાસ હાથ ધરી છે.