Rajkot. તા.6
લોધિકાના અભેપર ગામની સીમમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી રાજકોટના ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી રૂ.22300 નો મુદ્દામાલ કબ્જે કરી પીપરડી ગામના નોંધુભા જાડેજાની શોધખોળ હાથ ધરી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ તથા જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની આપેલ સુચનાથી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ લોધીકા પોલીસ મથકના પીઆઈ યુ.આર.ડામોરની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ માવજીભાઈ ડાંગરને અભેપર ગામની સીમમાં નોંઘુભા જાડેજાની વાડીના સેઢા પાસે વોંકળાના કાંઠે ખરાબાની જગ્યામા રાહુલ ઉર્ફે કારો આશિષ ગોહેલ (રહે.રાજકોટ) દેશીદારૂની ભઠ્ઠી ચલાવે છે.
અને હાલે ભઠ્ઠી ચાલુ છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ 10 લીટર રૂ.2 હજાર, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો 400 લિટર રૂ.10 હજાર, દેશી દારૂ બનાવવાનો ગરમ આથો લીટર 200 રૂ.5 હજાર તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.22,300 ના મુદામાલ સાથે રાહુલ ઉર્ફે કારો આશિષ ગોહેલ (રહે. રેલનગર મેઇન રોડ, રાજકોટ), દિલીપ ઉર્ફે અક્ષય કાના સીતાપરા (રહે- રેલનગર મેઇન રોડ, રાજકોટ) અને રજાક ઇસ્માઇલ હીંગળોજા (રહે- પોપટપરા શેરી નંબર-14,રાજકોટ) ની ધરપકડ કરી હતી. જ્યારે દરોડા દરમિયાન નાસી છૂટેલા લોધિકાના પીપરડી ગામના નોંધુભા જાડેજાની શોધખોળ આદરી હતી.