Junagadh, તા.6
જૂનાગઢમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત અયુબ સમાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મળતી માહિતી મુજબ, અયુબ ઈકબાલભાઈ સમા (ઉંમર વર્ષ 25, રહે. મજેવડી ગેટ પાસે, ભારત મિલના ઢોરા ઉપર, જુનાગઢ) ગઈ તા.4 ના રોજ રાત્રે 11ઃ30 વાગ્યા આસપાસ દોલતપરા પાસે હતો.
ત્યારે સામેવાળા હરેશ અને પ્રભાત તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને ધોકા તથા ધારીયા વડે માર મારતા ઈજા થતા જુનાગઢ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.
અયુબના આક્ષેપ મુજબ, તે દારૂનું નંગ લેવા ગયો હતો. જેમાં વાર લાગતા તેણે કેમ વાર લાગી તેમ કહેતા ઝઘડો થયો અને તેને માર મારવામાં આવ્યો હતો. જૂનાગઢ એ. ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.