Italy,તા.06
યુરોપમાં વેકેશન માણવા ગયેલા એક ભારતીય બિઝનેસમેન અને તેમના પરિવારને એક કરૂણ ઘટનાનો સામનો કરવો પડ્યો છે. નાગપુરમાં હોટલ ધરાવતા જાવેદ અખ્તર અને તેમની પત્ની નાદિરા ગુલશન પોતાના બાળકો સાથે યુરોપ ગયા હતા જ્યાં ઈટાલીમાં તેમને એક રોડ એક્સિડેન્ટ નડ્યો હતો.
આ રોડ એક્સિડેન્ટમાં જાવેદ અખ્તર અને તેમની પત્નીનું દુઃખદ મોત થયું છે. ઈટાલીમાં ઈન્ડિયન એમ્બેસીએ આ ઘટનાની પુષ્ટી કરી હતી અને કહ્યું હતું કે, તે ભારતમાં તેમના પરિવાર અને લોકલ ઓથોરિટી સાથે સતત સંપર્કમાં છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતા 55 વર્ષીય જાવેદ અખ્તર એક જાણીતા હોટેલિયર અને આંત્રપ્રેન્યોર હતા, અને નાગપુરમાં ગુલશન પ્લાઝા નામની હોટલ ધરાવતા હતા. તે પોતાની 47 વર્ષીય પત્ની તથા દીકરી આરઝુ અખ્તર, શિફા અખ્તર અને દીકરા જાઝેલ અખ્તર સાથે ઈટાલી ગયા હતા. જ્યાં ગ્રોસેટો નજીક ઓરેલિયા હાઈવે પર આ અખ્તર પરિવારને અકસ્માત નડ્યો હતો.