Mumbai, તા.6
ફિલ્મોના થલાઈવા તરીકે જાણીતા રજનીકાંત 74 વર્ષના છે. આ અભિનેતા છેલ્લા 50 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. વર્ષોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારા આ અભિનેતાએ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
રજનીકાંતે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે અને હાલમાં તે હિમાલયના પર્વતોમાં આરામ શોધી રહ્યો છે. તેની સફરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે એક મિત્ર સાથે આરામ કરતો જોવા મળે છે. એક ફોટામાં અભિનેતા રસ્તાના કિનારે ઊભો રહેલો છે,પત્તરાળામાં ભોજન કરતાં જોવા મળે છે જે તેના સરળ વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે.
લાઈમલાઈટથી દૂર સાદું જીવન જીવતા તેમના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ ફોટામાંથી એકમાં તેઓ રસ્તાની બાજુમાં પાનની થાળી પર સાદું ભોજન ખાતા જોવા મળે છે. રજનીકાંતે ઋષિકેશમાં સ્વામી દયાનંદ આશ્રમની મુલાકાત લીધી જ્યાં તેમણે સ્વામી દયાનંદને શ્રદ્ધાંજલિ આપી. આ સમય દરમિયાન રજનીકાંતે ગંગા નદીના કિનારે ધ્યાન કર્યું અને ગંગા આરતીમાં ભાગ લીધો.
રજનીકાંતની સફરના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોકો તેમની સાદગીના વખાણ કરી રહ્યા છે. અભિનેતા સફેદ ધોતી અને કુર્તા પહેરેલા જોઈ શકાય છે.
રજનીકાંત તાજેતરમાં દક્ષિણના સુપરસ્ટાર દિગ્દર્શક લોકેશ કનાગરાજની ફિલ્મ કૂલીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેણે બોક્સ ઓફિસ પર 500 કરોડ (આશરે 1.5 બિલિયન) થી વધુ કમાણી કરી હતી.