New Delhi
દેશની સર્વોચ્ચ અદાલતમાં બનેલી એક અકલ્પનીય ઘટનામાં ધારાશાી તરીકે પ્રવેશ મેળવ્યા બાદ એક વ્યક્તિ છેક મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ કડી સુધી પહોંચી ગયો હતો અને તેણે ચીફ જસ્ટીસ બી.આર.ગવઈ ભણી જૂતુ ફેકવાની કોશીશ કરતા ઝડપાયો હતો.
આ વ્યક્તિ હિન્દુવાદી હોવાનું મનાય છે. તેણે `સનાતન કા અપમાન નહી સહેગા હિન્દુસ્તાન’ તેવા સૂત્રો પોકાર્યા હતા. માનવામાં આવે છે કે ચીફ જસ્ટીસની એક કેસમાં ભગવાન વિષ્ણુ અંગે જે ટીપ્પણી કરી હતી તે સંદર્ભમાં આ ઉશ્કેરાટ દર્શાવાયો છે. જો કે ચીફ જસ્ટીસે આ ઘટના બાદ કહ્યું કે મને આ પ્રકારના વિરોધથી કોઈ ફર્ક પડતો નથી.
કોઈ આક્રમક ગણાતો વ્યક્તિ છેક ચીફ જસ્ટીસની બેન્ચ રૂમ સુધી પહોંચી જાય અને આ પ્રકારે જૂતુ ફેકવા પ્રયાસ કરે તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આ ઘટના અંગે `લાઈવ-લો’ વેબસાઈટના જણાવ્યા મુજબ વકીલ જેવા કાળા કોટમાં આવેલો આ શખ્સ અચાનક જ ચીફ જસ્ટીસની ખંડપીઠ એરીયામાં આવી ગયો હતો અને તેણે મુખ્ય ન્યાયમૂર્તિ પર જૂતુ ફેકવા કોશીશ કરી હતી.
જો કે અન્યના જણાવ્યા મુજબ કાગળનો રોલ ફેકવા કોશિશ કરી હતી પણ તે સફળ રહ્યો ન હતો. અચાનક જ દોડતા આવેલા આ વ્યક્તિને તુર્તજ અહી હાજર સુરક્ષા કર્મચારીઓએ ઝડપી લીધો હતો અને બહાર લઈ ગયા હતા જેની ઓળખ સ્થાપીત કરવા પ્રયાસ ચાલુ છે.
આ ઘટનાની થોડી મીનીટો માટે અદાલતની કાર્યવાહી અટકાવવી પડી હતી અને કહેવાતા વકીલની પુછપરછ શરૂ થઈ છે. સર્વોચ્ચ અદાલતમાં આ પ્રકારે મુખ્ય ન્યાયમૂર્તિ પર જૂતુ ફેકવાની ઘટના પ્રથમ વખત બની છે. જેનાથી સર્વોચ્ચ અદાલતની સુરક્ષા સાથે પણ પ્રશ્ન ઉભા થયા છે. જો કે ચીફ જસ્ટીસે થોડીજ મિનિટોમાં ધારાશાીઓને તેમની દલીલો આગળ ધપાવવા આદેશ આપ્યા હતા.નવી દિલ્હીઃ આજે સર્વોચ્ચ અદાલતમાં બનેલી ઘટનાથી ચીફ જસ્ટીસની ખંડપીઠના કામકાજમાં થોડી મીનીટ સુધી વિક્ષેપ પડયો હતો. જો કે સુરક્ષા કર્મીએ આ જુતુ ફેકનારને ઝડપી લીધો હતો તથા બહાર લઈ ગયા હતા બાદમાં ચીફ જસ્ટીસે તેમની ખંડપીઠમાં ધારાશાીઓએ દલીલો ચાલુ રાખવા કહેતા જરાપણ અસ્વસ્થ થયા વગર જ કહ્યું કે મને કોઈ ફર્ક પડતો જ નથી. તેઓ ઉપરાંત અન્ય જજોએ પણ આ ઘટનાને મહત્વ આપ્યું ન હતું.