Morbi,તા.06
શ્રી આદ્ય શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ શકત શનાળા દ્વારા મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા આજે શકત શનાળા ગામના શ્રી શક્તિ માતાજી મંદિર ખાતે શરદ પૂર્ણિમા નિમિતે પરંપરાગત ૩૭ માં વર્ષે હવન યજ્ઞાદીનું આયોજન કરવામાં આવ્યું હતું
આ વર્ષે હવન-યજ્ઞાદીના યજમાન પદે મેઘપર ઝાલા ગામના પ્રદીપસિંહ ભરતસિંહ ઝાલા, નાના રામપર ગામના યુવરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા અને ખેવારીયા ગામના મયુરધ્વજસિંહ સામંતસિંહ બિરાજ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યસભા સાંસદ મહારાજા સાહેબશ્રી કેશરીદેવસિંહજી ઓફ વાંકાનેર, જામનગર ધારાસભ્ય રીવાબા રવીન્દ્રસિંહ જાડેજા, તેમજ જયદીપ એન્ડ કંપની મોરબીના જયુભા જાડેજા, મોરબી જીલ્લા રાજપૂત સમાજ પ્રમુખ દશરથસિંહ યુ ઝાલા, શકત શનાળા શક્તિ માતાજી મંદિરના મહંત નરોત્તમગીરી બાપુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
સવારે ૮ થી બપોરે ૧૨ સુધી યજ્ઞવિધિ કરવામાં આવી હતી અને સવારે ૯ કલાકે મહેમાનોના સામૈયા કરવામાં આવ્યા હતા અને બપોર સુધી યજ્ઞ બાદ પ્રસાદની વ્યવસ્થા મેઘપર ઝાલા, નાના રામપર અને ખેવારીયા ગામના ઝાલા પરિવાર તરફથી કરવામાં આવી હતી યજ્ઞ મહોત્સવમાં મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપૂર્ણિમા મહોત્સવ નિમિતે યજ્ઞ, કુવારીકા પૂજન-ભોજન કાર્યક્રમો યોજાયા
આજે શરદ પૂર્ણિમાના પાવન અવસરે મોરબીના રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહંત શ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં શરદ પૂર્ણિમા નિમિતે યજ્ઞ, મહાઆરતી અને કુંવારિકા પૂજન અને કુંવારિકા ભોજન કાર્યક્રમ યોજાયા હતા તે ઉપરાંત શ્રમજીવી પરિવારના નાના બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે