New Delhi,તા.07
દેશમાં નવરાત્રીના તહેવારોના પ્રારંભે જ કેન્દ્ર સરકારે ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)માં બે સ્લેબ નાબુદી સાથે જે રીતે કારથી લઈને કિરાના સુધીની આઈટમમાં જીએસયી દરો ઘટાડયા તેના કારણે દેશભરમાં તહેવારોની ખરીદીનો જબરો માહોલ છે. અગાઉ મોદી સરકારે આ વર્ષથી અમલી બને તે રીતે આવકવેરા મુક્તિ મર્યાદા રૂા.12 લાખ કરી હતી. જેના કારણે લાખો પરિવારો આવકવેરાની મર્યાદામાંથી બહાર આવી જતા તેઓને વર્ષે કરવેરાની મોટી બચત તેના હાથમાંજ રહે તે નિશ્ચિત કર્યુ હતું.
આમ આ વર્ષે લોકોને ડબલ બોનાન્ઝા જેવો લાભ મળ્યો છે અને તેની સીધી અસર લોકોની ખરીદશક્તિ વધવા પર પડી છે. આ અંગે બેન્ક ઓફ બરોડાનો એક રિપોર્ટ કહે છે કે દિપાવલી નવા વર્ષ તે બાદ છેક ડિસેમ્બરમાં નવા કેલેન્ડર વર્ષમાં બજારોમાં રૂા.12થી રૂા.14 લાખ કરોડનું શોપીંગ થશે. દિવાળી પછી તુર્તજ લગ્નની સીઝન પણ આવે છે.
જો કે સોના-ચાંદીના ભાવ ઉંચા છે તેની નેગેટીવ ઈફેકટ જવેલરી બજારમાં વજનની દ્રષ્ટિએ પડશે. સારા ચોમાસાના કારણે ગ્રામીણ ભારતમાં પણ દિવાળી પછી ખરીફ પાકની આવક વધશે તે પણ શોપીંગ ખર્ચમાં વધારો કરશે. આ રિપોર્ટ મુજબ કપડા અને ફુટવેર બજારમાં રૂા.2.80 લાખ કરોડથી રૂા.3 લાખ કરોડની ખરીદી થશે.
જેમાં ઓનલાઈન શોપીંગ પણ સામેલ છે. રેડીમેઈડ ગારમેન્ટ હવે છેક ગ્રામીણ ક્ષેત્ર સુધી પહોંચી ગયો છે અને જે રીતે વિશાળ- સસ્તીથી મોંઘી રેન્જના કપડા બજારમાં ઉપલબ્ધ છે તે જોતા શોપીંગની સરળતા વધી છે. જીએસટી ઘટાડાનો સૌથી મોટો લાભ ઓટો ક્ષેત્રને થયો છે.
જેમાં રૂા.1.50 લાખ કરોડથી રૂા.2 લાખ કરોડનો બીઝનેસ થશે. વ્યક્તિગત કારથી ટુ વ્હીલરમાં જબરી માંગ છે અને તેથી ઓટો કંપનીથી ડિલર સુધી જુનો સ્ટોક પણ કલીયર થઈ ગયો છે. આ તરફથી સ્માર્ટફોન- લેપટોપ વિ.ના જીએસટી દરો યથાવત જ રહ્યા છે છતાં તેના વેચાણનો ક્રેઝ યથાવત છે અને ઈકોમર્સ પ્લેટફોર્મ સહિત ઈલેકટ્રોનીક ગેજેટનું વેચાણ 11 લાખ કરોડથી રૂા.1.20 લાખ કરોડ સુધી પહોંચી જશે.
તો વ્હાઈટ ગુડસ માર્કેટ જેમાં ટીવી વોશિંગ મશીન- ફ્રીઝ તથા એ.સી.માં માર્કેટ અગાઉ જ સ્માર્ટફોનની માફક સ્પર્ધાત્મક છે અને તેમાં જીએસટી ઘટાડાશે. ગ્રાહકોને ખરીદી માટે સરળતા સર્જી છે. આ માર્કેટ રૂા.35000 થી રૂા.40000 કરોડનો બીઝનેસ કરી જશે.
આ જ રીતે તહેવારો સાથે પ્રવાસનને પણ વેગ મળ્યો છે. જેમાં લોકોએ અત્યારથી જ બુકીંગ કરી લીધા છે અને ટ્રાવેલ, હોટેલ, રેસ્ટોરાને રૂા.60000 થી રૂા.70000 કરોડનો નવો બીઝનેસ થશે. ઓનલાઈન પ્લેટફોર્મના શોપીંગ ફેસ્ટીવલ શરૂ થઈ ગયો છે.
જેમાં રૂા.65000 થી 75000 કરોડનો બીઝનેસ થશે તો લગ્નની સીઝનમાં 60% લગ્ન દિવાળી પછીના ગાળામાં થાય છે. જે કુલ ખરીદીમાં મંડપ, કેટરીંગ વિ.બીઝનેસમાં રૂા.5000 થી રૂા.10000 કરોડ ઉમેરશે.