Israel,તા.07
ઈઝરાયલ પર હમાસના ભીષણ હુમલાને આજે (7 ઓક્ટોબર, 2025) બરાબર બે વર્ષ પૂર્ણ થયા છે. 7 ઓક્ટોબર, 2023ના દિવસે થયેલા આ આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલ દ્વારા ગાઝા પર શરૂ કરવામાં આવેલી વળતી કાર્યવાહી હજી પણ ચાલુ છે. આ બે વર્ષમાં લાખો લોકોના મોત, બેઘર થવું અને વ્યાપક વિનાશે મધ્ય-પૂર્વના પ્રદેશને હચમચાવી દીધો છે.
7 ઓક્ટોબર, 2023ની વહેલી સવારે હમાસ અને અન્ય પેલેસ્ટાઇન સંગઠનોના લડવૈયાઓએ અચાનક ઈઝરાયલની દક્ષિણી સરહદો પર હુમલો કર્યો. પેરાગ્લાઇડર, મોટરબાઇક અને પગપાળા તેઓ ઈઝરાયલની સરહદમાં ઘૂસી આવ્યા હતા. આ લડવૈયાઓએ કિબુત્ઝ (સામૂહિક ફાર્મ), સંગીત ફેસ્ટિવલ અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ સાથે જ, હમાસે ઈઝરાયલ પર રોકેટથી હુમલો કર્યો હતો. બે વર્ષ બાદ (ઓક્ટોબર 2025) માં પણ યુદ્ધ રોકાયું નથી. ઈઝરાયલમાં સ્મૃતિ સમારોહ થયા. બંધક પરિવારોનો રોષ વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2025માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 પોઇન્ટ શાંતિ પ્લાન રજૂ કર્યો છે. હમાસને હથિયાર હેઠા મૂકવા અને સહાય ફરી સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો પરંતુ, તેણે નકારી દીધું.