Junagadh,તા.07
વિસાવદર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિસાવદર ખાતે તા.5,10,25ને રવિવારે સાંજે 4 થી 6 કલાક દરમિયાન વિજયા દશમી ઉત્સવ નિમિતે શસ્ત્ર પૂજન, વિસાવદરના મુખ્ય માર્ગે પદ સંચલન યોજાયેલ હતું પદ સંચલનનું વિસાવદરના વિવિધ સંસ્થાઓના આગેવાનો તથા નગરજનો દ્વારા પુષ્પ વર્ષા થી સ્વાગત કરેલ હતું.
આ ઉત્સવમાં સ્વામિનારાયણ ગુરુકુળના પૂ. મુકુન્દસ્વામી, મુખ્ય વક્તા તરીકે જૂનાગઢ વિભાગ સંપર્ક પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, અતિથિ વિશેષ તરીકે રતાંગ ગામના જાગૃત ખેડૂત આગેવાન સંજયભાઈ વેકરીયા, જૂનાગઢ જિલ્લા કાર્યવાહ મિતુલભાઈ દેસાઈ વિસાવદર તાલુકા કાર્યવાહ પ્રકાશભાઈ ગોંડલીયા ,વિસાવદર તાલુકા ના રાજકીય ,સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતાં.