Junagadh તા.7
માળીયા હાટીના ભંડુરી ગામે રહેતા યુવાનની માતાએ અગાઉ આરોપી સામે ફરીયાદ કરેલ જે મામલે ગળુના બે શખ્સો મો.સા.માં આવી ઘરે ડેલામાં બંદૂક વડે ફાયરીંગ કર્યાની ફરીયાદ માળીયા પોલીસમાં યુવાને નોંધાવી છે.
ભંડુરી મફતીયાપરામાં રહેતા ફરીયાદી આસીફ હુસેનભાઈ શાલ (ઉ.20)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની માતાએ અગાઉ આરોપી આરીફ આમદ લાખા સામે ફરીયાદ કરેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓ આરીફ આમદ લાખા, ગફાર ઉર્ફે કારીયો નુરમહમદ કાતીયાર રે. બન્ને ગળુ વાળાઓ મો.સા.માં આવી ફરી આસીક હુસેનભાઈના ઘરે આવી મકાનના કમ્પાઉન્ડના લોખંડના બંધ ડેલામાં દેશી હાથ બનાવટની લાંબી બંદૂકથી ફાયરીંગ કરી ડેલામાં નુકશાની કર્યાની ફરીયાદ નોંધાવતા માળીયા પીએસઆઈ એમ.એન. કાતરીયાએ તપાસ હાથ ધરી છે.