Junagadh તા.7
ગિરનાર દાતાર જંગલમાં ચંદનના ઝાડ કાપી તેની ચોરી કરતી ટોળકી લાંબા સમયથી સક્રિય છે અગાઉ દાતાર સીડી પાસેથી ચંદન ચોરી કરતી ટોળકીના એકને દબોચી લીધો હતો ત્રણ ફરાર થઈ ગયા હતા.
ડુંગર દક્ષિણ રેન્જના ખોડીયાર રાઉન્ડ દાતાર સીડી ચંદનના વૃક્ષ કાપવાની હીલચાલની બાતમી મળેલ હતી. ત્યારે વોચમાં એક અજાણ્યો ઈશમ ભવનાથ પાજનાકા પુલ પાસે નીકળતા તેને પકડીને પુછપરછ કરતા તેનું નામ વીરમારામ મોતીરામ કલાવા રે. સાટીયાખેડી જી.ઉદયપુર વાળો હોવાનું ખુલ્યું હતું.
તેમની સાથે કુલ પાંચ શખ્સો હતા તેમાંથી ત્રણ શખ્સો જુનાગઢથી રાજસ્થાન જવા મજેવડી દરવાજાથી ઉપડતી રાજગુરૂ ટ્રાવેલ્સના ડ્રાઈવર સાથે વાત કરતા બસ જેતપુર ટોલનાકા પાસે પહોંચેલ ત્યાં વન વિભાગે તાબડતોબ પહોંચી બસને રોકી તપાસ કરતા ત્રણેય શખ્સો મળી આવ્યા ન હતા.
પરંતુ જંગલમાંથી કાપેલા ચંદનનો મુદામાલ મળી આવ્યો હતો. એક શખ્સ હજુ જંગલમાં જ હોવાની બાતમીના આધારે વન વિભાગની ચાર ટીમ દ્વારા તપાસ હાથ ધરાયાનું ડીસીએફ અક્ષય જોષીના જણાવ્યા મુજબ આરોપી પાસેથી 1 લાખની કિંમતના 50 કિલો ચંદનના લાકડી મળી આવ્યા હતા.
અગાઉ પણ આ ટોળકીએ દાતારની સીડી પાસેથી ચંદનના વૃક્ષોનું કટીંગ કર્યું હતું. ત્યારે નાસી જવામાં સફળ રહ્યા હતા આ વખતે આરોપી વીરમારામ પકડાય જતા રાજ ખુલવા પામ્યું છે. જેની રાજસ્થાન સુધી તપાસ હાથ ધરવામાં આવી છે.