Junagadh,તા.7
વંથલીના નરેડી ગામે આવેલી સેવા સહકારી મંડળીમાં ખેડુતોને ત્રણ વિઘાદીઠ એક થેલી ખાતર અપાતું હતું. ત્યારે અમારી જરૂરીયાત મુજબ કેમ ખાતર આપતા નથી તે મામલે મંત્રીને ઝાપટો મારી હતી.
નરેડી સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે નોકરી કરતા લવજીભાઈ રણછોડભાઈ બરવાડીયા (ઉ.70) ગઈકાલે મંડળીની ભલામણ મુજબ ત્રણ વિઘા જમીન સામે એક થેલી ખાતરનું વિતરણ કરી રહેલ ત્યારે નરેડીના દીનેશ રવજી દૂધાત્રાએ આવીને કહેલ કે તમે વિઘાની ગણતરી કરી ત્રણ વિઘામાં એક થેલી ડીએપી ખાતર આપો છો તેમ કહી ગાળો ભાંડી દીનેશ દૂધાત્રાએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
અન્ય લોકોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા અને ખાતરનું વિતરણ બંધ કરી દેવાયું હતું. દુઃખાવો ઉપડતા વંથલી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ આ અંગે મંડળીના પ્રમુખને જાણ કરવામાં આવી હતી. વંથલી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મુળ રાજકોટ જીલ્લાના વીંછીયા તાલુકાના પાટીયાણાના રહીશ હાલ મીરાનગર સદગુરૂ પાર્ક બ્લોક નં.102માં રહેતા ફરીયાદી રણજીતભાઈ મેરાભાઈ હીરાભાઈ વાળા (ઉ.25)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ સરગવાડા ગામે બે અજાણ્યા ઈસમો ઉ.આશરે 30થી 35 વર્ષ વાળાએ આવીને કહેલ કે અમારા ઘરની દિવાલને નુકશાન કેમ કર્યું તેમ કહી ઢીકાપાટુનો માર મારી લાકડીઓથી ફરી.
ઘરના ડાબા પગમાં લાકડીઓ મારી પગ ભાંગી નાખી છરી વડે જાનથી મારી નાખવાની ધમકી આપી મો.સા. અને મોબાઈલ તોડી નાખ્યાની ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધી પીએસઆઈ એસ.કે. ડામોરે તપાસ હાથ ધરી છે.