Jamnagar તા.7
જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એક એડવોકેટને સ્કૂટર લઈ જવાના પ્રશ્ને ધાકધમકી અપાયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જે મામલે પાડોશી વેપારી સામે ફરિયાદ નોંધાઇ છે આથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ મથકે નોંધાયેલ જામનગરમાં પંચવટી સોસાયટીમાં ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને વકીલ કમલેશભાઈ પંડ્યાએ ગઈકાલે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના જ એપાર્ટમેન્ટમા રહેતા જીતુભાઈ મનસુખલાલ વિઠલાણી નામના વેપારી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર એડવોકેટ ગઈ કાલે પોતાની ઓફિસનું કામ પતાવીને ઘેર પહોંચી રહ્યા હતા, જે દરમિયાન એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બે અજાણ્યા માણસો એક સ્કૂટર લઈને જઈ રહ્યા હતા. તેથી એડવોકેટે તેઓને અટકાવીને આ સ્કૂટર કોનું છે, તે વિશે પૂછપરછ કરી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું, કે આ સ્કૂટર જીતુભાઈ વિઠલાણીનું છે. તેથી એડવોકેટેડ તેના કાગળો માંગ્યા હતા, અને જીતુભાઈ ને બોલાવી દેવાનું કહ્યું હતું.
દરમિયાન જીતુભાઈ ત્યાં આવી ગયા હતા, અને એડવોકેટ સાથે જીભાજોડી કરી હતી, અને ગાળો ભાંડી હતી. ત્યારબાદ ફરીથી મોબાઈલ ફોન કરીને જો પોલીસ ફરિયાદ કરવા જશો તો તમને પતાવી નાખીશ એવી પણ ધમકી આપી હોવાથી આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.