Mumbai,તા.07
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે જણાવ્યું હતું કે, સિંગર ઝુબિન ગર્ગના અંતિમ સમયમાં સિંગાપોરમાં બોટ પર સવાર લોકોની વાપસી સંપૂર્ણપણે તેમના નિર્ણય પર નિર્ભર રહેશે, પરંતુ જો તેઓ 6 ઓક્ટોબર સુધીમાં SIT તપાસમાં હાજર નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોકરાઝારમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમની વાપસી સંપૂર્ણપણે તેમના પર નિર્ભર છે. આસામ સરકાર તેમને સિંગાપોરથી પાછા ન લાવી શકે, પરંતુ અમે તેમના માતા-પિતા સાથે વાત કરી શકીએ છીએ, જેથી તેઓ તેમને તપાસ માટે પાછા આવવા માટે કહી શકે.મુખ્યમંત્રીએ કહ્યું કે, ઝુબિન સાથે બોટ પર સવાર તમામ લોકો માટે 6 ઓક્ટોબરની સમયમર્યાદા પહેલાથી જ નક્કી કરવામાં આવી છે. જો તેઓ સોમવાર સુધીમાં પાછા નહીં ફરે, તો અમારે કડક કાર્યવાહી કરવી પડશે. અમારે તેમને એક ખાસ પ્રક્રિયા દ્વારા પાછા લાવવા પડશે. મુખ્યમંત્રી સરમાએ અગાઉ કહ્યું હતું કે, જ્યાં સુધી સિંગાપોરમાં સિંગર ઝુબિન સાથે બોટ પર સવાર લોકો તપાસ એજન્સી સમક્ષ પોતાના નિવેદનો નહીં નોંધાવે ત્યાં સુધી તપાસ પૂર્ણ થઈ શકશે નહીં.