Mumbai,તા.07
રાજકુમાર હિરાણીનો દીકરો વીર પિતાના પગલે ફિલ્મ સર્જક બનવાને બદલે એક્ટર તરીકે કારકિર્દી આગળ વધારી રહ્યો છે. તે ફિલ્મ સર્જક હંસલ મહેતાની એક ફીચર ફિલ્મથી ફિલ્મ એક્ટર તરીકે ડેબ્યૂ કરવાનો છે. રાજકુમાર હિરાણીએ પ્રોડયૂૂસ કરેલી વેબ સીરિઝ ‘પ્રીતમ પેડરો’માં વીર એક ભૂમિકા કરવાનો છે. પરંતુ, હંસલ મહેતાની આગામી ફિલ્મમાં તેનો મુખ્ય હીરો તરીકેનો રોલ હશે. આ ફિલ્મનું શુટિંગ આગામી વર્ષે ફેબ્રુઆરીથી શરુ થવાનું છે.
મલયાલમ ફિલ્મોના દિગ્દર્શક લીજો જોઝ પેલ્લીસ્સેરી આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. એ. આર. રહેમાન ફિલ્મ માટે સંગીત આપશે.