New Delhi તા.8
આર્થિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર ધમધમી રહ્યુંં જ છે. ત્યારે ભારતમાંથી એપલની આઈફોન નિકાસ છ મહિનામાં જ 10 અબજ ડોલર (88730 કરોડ રૂપિયા) ને આંબી ગઈ છે. ગત વર્ષની 5.71 અબજ ડોલરની નિકાસ સામે 7.5 ટકાની અભુતપુર્વ વૃધ્ધિ સુચવે છે.
મોબાઈલ ગ્રાહકો સામાન્ય રીતે નવા મોડલની પ્રતિક્ષા કરતા હોય છે. એટલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વેચાણ નબળુ રહેતુ હોવા છતા એપલની માત્ર સપ્ટેમ્બર મહિનાની નિકાસ 1.25 અબજ ડોલરની થઈ હતી.
કંપનીએ નવો આઈફોન 17 લોન્ચ કર્યો હોવા છતાં નિકાસ વૃદ્ધિ દર સૂચક છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં નિકાસનો આંકડો માત્ર 490 મીલીયન ડોલરનો જ હતો. જે આ વર્ષે 155 ટકાનો જંગી વધારો સુચવે છે.
એપલ દ્વારા દર સપ્ટેમ્બરનાં નવો આઈફોન લોંચ કરવામાં આવતો હોય છે. ભારતમાં દિવાળી ઉપરાંત વિશ્વસ્તરે રજાઓ બ્લેક ફ્રાઈડે નાતાલ-નવા વર્ષને કારણે ડીમાંડમાં મોટો ઉછાળો આવતો હોય છે.
સુત્રોએ કહ્યું કે, નિકાસ વૃધ્ધિ પાછળનૂં કારણ એ ચે કે કંપનીએ આ વખતે જુના-નવા સહિત તમામ મોડલનાં આઈફોન ભારતની ફેકટરીમાંથી જ દુનિયામાં મોકલ્યા છે. અગાઉ નવા મોડલનું ભારતમાં ઉત્પાદન શરૂ થવામાં વાર લાગતી નથી.
કંપની દ્વારા પ્રોડકશન લીંકડ ઈન્સેન્ટીવ સ્કીલનો લાભ મેળવાતો હોવાથી નિયમીત રીતે નિકાસના આંકડા સરકારમાં રજુ કરે છે. કંપનીએ ગત એપ્રિલમાં બે નવી ફેકટરીમાં ઊત્પાદન શરૂ કર્યું હતું. ભારતમાં હવે કુલ પાંચ ફેકટરીમાં ઉત્પાદન થઈ રહ્યું છે. વધતા ઉત્પાદન સાથે ભારતમાંથી નિકાસ પણ વધી રહી છે.
કંપનીએ નાણાં વર્ષ 2025 માં 22 અબજ ડોલરની કિંમતનાં આઈફોનનું ઉત્પાદન કર્યુ હતું તેમાંથી 80 ટકા અર્થાત 17.5 અબજ ડોલરનાં મેઈડ ઈન ઈન્ડિયા આઈફોનની નિકાસ કરી હતી. જોકે તેની માર્કેટ વેલ્યુ અથવા રીટેઈલ ભાવ 50-60 ટકા વધુ હોય શકે છે.
ભારતમાં આઈફોનનું ઉત્પાદન 2022 માં બે અબજ ડોલરનું હતુ તે 22 અબજ ડોલરે પહોંચ્યુ છે. માર્ચ 2026 માં આંકડો વધુ ઉંચે જઈ શકે છે.જોકે, અમેરીકી ટેરિફ તથા અન્ય પ્રતિબંધથી નિકાસ પ્રભાવીત થવાનું જોખમ છે.

