New Delhi તા.8
ભારતીય રેલ્વે તેના મુસાફરોને સતત નવી નવી સુવિધાઓ આપી રહી છે તે વચ્ચે હવે રેલ્વેએ કન્ફર્મ ટિકીટમાં પ્રવાસની તારીખ બદલવા માટે ઓનલાઈન સુવિધા પણ શરુ કરવા તૈયારી કરી છે.
હાલ આ પ્રકારની ટિકીટમાં ફકત ઓફલાઈન એટલે કે રેલ્વે સ્ટેશને રુબરુ જઈને ફેરફાર કરી શકાય છે પરંતુ આગામી વર્ષે તે ઓનલાઈન પણ કરી શકાય તે નિશ્ચિત કરશે. મુસાફર પોતાની ક્નફર્મ ટિકીટ ટ્રેનના સમયના 48 કલાક પહેલા ફેરફાર કરી શકશે અને તે માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થશે.
જેમાં ચોકકસ ફી પણ ભરવાની રહેશે. આ માટે રેલ્વે તેના ટિકીટ બુકીંગ વ્યવસ્થામાં ફેરફાર કરી રહ્યું છે. રેલ્વેની તમામ સુવિધાઓ ઓનલાઈન બને અને મુસાફરોને પ્રવાસ સિવાય રેલ્વે સ્ટેશન પર આવવાની જરૂર ન પડે તે જોવા પ્રયાસ થઈ રહ્યો છે.
હાલ આ વ્યવસ્થા કાઉન્ટર આધારિત જ છે. જો કે તે યથાવત રહેશે. પરંતુ ઓનલાઈન થવાથી મુસાફરોના સમય અને નાણા બંનેની બચત થશે અને આ માટે 48 કલાક પુર્વેનો સમય હાલ નિશ્ચિત થયો છે તે બાદમાં ઘટાડીને ચાર કલાક કે આઠ કલાક સુધી કરવા તૈયારી છે. જાન્યુઆરી 2026થી આ સુવિધા મળશે.