Junagadh તા.8
જુનાગઢ શ્રીરામ ગેસ્ટ હાઉસમાં પુના ગામ સુરતના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખતા પોલીસે તપાસ હાથ ધરી છે. મુળ ભેંસાણ પરબ રોડ પરની શ્રીનાથ સોસાયટીમાં રહેતા હાલ સુરત પુના ગામ નારાયણનગર સોસાયટી કારગીલ ચોક ખાતે રહેતા નીકુંજભાઈ પ્રવિણભાઈ (ઉ.27) ગઈકાલે જુનાગઢ બસ સ્ટેશન સામેના શ્રીરામ ગેસ્ટ હાઉસના રૂમ નં.119માં ઉતરેલ જયાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું. આ અંગે બી ડીવીજન પોલીસમાં લેનીસ જગદીશભાઈ જલુ રે. ઘંટીયા વાળાએ જાણ કરતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
મહિલાનું મોત
વંથલીના નરેડી ગામે રહેતા કંચનબેન ગંગદાસભાઈ મોણપરા (ઉ.54)ને ગત તા.14-9ના ઝેરી શાપ કરડી જતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે. ઝેરી જાનવર નરેડીની સીમમાંથી કરડી ગયાનું જણાવાયું છે.