New Delhi, તા.8
હાર્દિક પંડ્યા ક્રિકેટ મેદાનની બહાર તેની વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે. તેમને મોંઘી વસ્તુઓ ખરીદવાનો અને પહેરવાનો શોખ છે. તાજેતરમાં જ તેની કરોડો રૂપિયાની ઘડિયાળની ખૂબ ચર્ચા થઈ હતી.
હવે, હાર્દિકે તાજેતરમાં એક નવી લક્ઝરી કાર ખરીદી છે. આ કારનું નામ લેમ્બોર્ગિની ઉરુસ એસઈ એસયુવી છે. આ મોંઘી કારની કિંમત 4 કરોડથી વધુ છે. આ કાર ઓગસ્ટ 2024 માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને તે પહેલી પ્લગ-ઇન હાઇબ્રિડ એસયુવી છે.
હાર્દિકની નવી કાર પીળી છે, અને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. હાર્દિક તેના લક્ઝરી કાર કલેક્શન માટે જાણીતો છે. આ કાર લેમ્બોર્ગિની ઉરુસ SE SUV છે, જે ઓગસ્ટ 2024 માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, તે ભારતની પ્રથમ પ્લગ-ઇન હાઇબ્રિડ SUV છે.
આ લક્ઝરી કારની શોરૂમ કિંમત રૂ.4.57 કરોડ છે. હાર્દિકે આ કાર પીળા રંગમાં ખરીદી છે. આ કારના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાર્દિક પહેલેથી જ લક્ઝરી કારનો ચાહક છે. તેની પાસે પહેલેથી જ ઘણી મોંઘી અને વૈભવી કાર છે. આ નવી લેમ્બોર્ગિની તેના કાર કલેક્શનમાં વધુ એક પ્રભાવશાળી ઉમેરો છે.