Mumbai,તા.08
મનીલોન્ડ્રીંગ સહિતના આરોપોનો સામનો કરી રહેલા બોલીવુડના ચર્ચાસ્પદ યુગલ શિલ્પા શેટ્ટી રાજકુંદ્રાને તેમના વિદેશ પ્રવાસ સામેની લુકઆઉટ સકર્યુલર રદ કરાવવાની રીટ અરજીમાં હાઈકોર્ટ પહેલા આ યુગલને રૂા.60 કરોડ જમા કરાવવા આદેશ આપ્યો છે. બન્ને સામે ઈડીએ રૂા.60 કરોડના ફ્રોડનો આરોપ છે અને તેમાં પુછપરછ પણ થઈ ચૂકી છે.
પણ શિલ્પા અને તેના પતિ રાજકુંદ્રાએ અમેરિકામાં લોસ એન્જીલીસમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાની છે. ઉપરાંત તેઓ અન્ય દેશોના પ્રવાસે પણ જવા માંગે છે પણ તેઓ સામે લુકઆઉટ નોટીસ છે જે રદ કરાવવા તેઓએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ હાઈકોર્ટે આકરી શરત મુકી છે
હાઈકોર્ટે પહેલા રૂા.60 કરોડ જેનો મની લોન્ડ્રીંગનો આરોપ છે તે કોર્ટમાં જમા કરાવવા જણાવ્યુ છે અને તે બાદ તેમની સામેની લુકઆઉટ નોટીસ રદ કરવા પર વિચારણા કરશે. અગાઉ શેટ્ટીના નિવાસે પણ દરોડા પડી ચૂકયા છે.