Mumbaiતા.8
કરણ જોહરને તાજેતરમાં જ તેની ફિલ્મ રોકી રાનીની પ્રેમ કહાની માટે બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. હવે એવી ચર્ચા છે કે તે ડાયરેક્ટર તરીકે પોતાની નવી ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યાં છે.
આ એક રોમેન્ટિક ફિલ્મ હશે, જેનાં માટે કરણ આલિયા ભટ્ટને મુખ્ય અભિનેત્રી તરીકે લેવાનો છે. નિષ્ણાંતોના જણાવ્યાં મુજબ કરણ આ અંગે આલિયા સાથે વાત કરી રહ્યાં છે. આલિયા સિવાય રણબીર કપૂર અને વિકી કૌશલ આ ફિલ્મનાં અન્ય કલાકારો હોઈ શકે છે.
તેમની સાથે વાતચીત પણ ચાલી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે કરણ જોહર અગાઉ આલિયા સાથે ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર અને રોકી રાનીની લવ સ્ટોરી બનાવી ચૂક્યાં છે. જો બધુ બરાબર રહેશે તો આલિયા ભટ્ટ સાથેની આ તેની ત્રીજી ફિલ્મ હશે.