Mumbai,તા.8
પંજાબી ગાયક અને અભિનેતા રાજવીર જવંદા બાઈક અકસ્માતમાં ઘાયલ થતા સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેઓ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા.
રાજવીરનો 27મી સપ્ટેમ્બરે એકિસડેન્ટ થયો હતો. તેઓ પિંજોર-નાલાગઢ રોડ પર પોતાની બીએમડબલ્યુ બાઈક પર આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં બે સાંઢ લડતા હતા ત્યારે આગળ આવતા રાજવીરે બાઈક પર નિયંત્રણ ગુમાવ્યું હતું અને હાઈવે પર પટકાતા રાજવીરને ગંભીર ઈજા થઈ હતી. તેને માથામાં અને કરોડરજજુ પર ગંભીર ઈજા થઈ હતી.
રાજવીરે 2014માં `મુંડા લાઈક મી’ આલબમથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. 2016માં `કલી જવંદે દી’થી તેને ઓળખ મળી હતી. 2018માં તેણે પંજાબી ફિલ્મ`સૂબેદાર જોગીંદરસિંહથી અભિનેતા તરીકે કેરિયર શરૂ કરી હતી. જવંદાને બાઈકનો શોખ હતો. તેણે 27 લાખની બીએમડબલ્યુ બાઈક કરીદી હતી. તેના પર બેસીને તે સીમલા આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.