Morbiતા.08
૧૬૧ સફાઈ કર્મચારી, ૬ ટ્રેક્ટર અને ૫૫ હાથલારીથી ૧૩ ટન કચરાનો નિકાલ
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં ૧ ની વિઝીટ કરવામાં આવી હતી જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી સુમતિનાથ સોસાયટી, પંચાસર રોડ સંજરી પાર્ક પાસે આવેલ GVP પોઈન્ટ, વાવડી રોડ પર આવેલ પોકેટ ગાર્ડન તથા હોકર્સ ઝોનની વિઝીટ કરવામાં આવી હતી
આગામી દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાને લઈને શહેરી વિસ્તારમાં આવેલ મુખ્ય રસ્તાઓની વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં નહેરુ ગેટથી દરબારગઢ, મચ્છુ માતાજી મંદિરથી રામ ઘાટ, મણી મંદિરથી બેઠા પુલ, પાવર હાઉસ રોડથી અરુણોદય સર્કલ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ઝુંબેશમાં ૧૬૧ સફાઈ કર્મચારી, ૬ ટ્રેક્ટર, ૫૫ હાથલારી દ્વારા અંદાજીત ૧૩ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો