Morbiતા.08
રીક્ષા ચાલક મુસાફરોના સ્વાંગમાં મુસાફરોને બેસાડી વૃદ્ધ મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમ સેરવી લેતી ગેંગ અગાઉ પણ મોરબીમાં આતંક મચાવી ચુકી છે અને ફરી આવી ટોળકીનો ત્રાસ શરુ થયો છે તાજેતરમાં એક વૃદ્ધને રીક્ષામાં બેસાડી મુસાફરના સ્વાંગમાં બેસેલ બે અજાણ્યા પુરુષોએ વૃદ્ધની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂ ૧૨,૦૦૦ ચોરી કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના દલવાડી સર્કલ આગળ કેનાલ પાસે રહેતા કાળુભાઈ મનજીભાઈ ડામોર (ઉ.વ.૬૦) વાળાએ સીએનજી રીક્ષાચાલક અને બે અજાણ્યા પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ગત તા ૨૯-૦૯ ના રોજ જીઆઈડીસી નાકા પાસેથી મજુરી કામે જતા હતા ત્યારે સીએનજી રીક્ષા ચાલકે રીક્ષામાં બેસાડેલ અન્ય બે પુરુષોએ ફરિયાદી કાળુભાઈની નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂ ૧૨,૦૦૦ સેરવી ચોરી કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે