Morbiતા.08
મોરબીના યુવકને અગાઉ યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને યુવતી હવે વાતચીત કરતી ના હોવાથી યુવાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ છરી દેખાડી હોવાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
મોરબીના લીલાપર રોડ પરની રહેવાસી શર્મીબેન અયુબભાઈ સિપાઈ (ઉ.વ.૨૮) નામની યુવતીએ વિસીપરામાં રહેતા આરોપી તૌફીક ગુલામહુશેન સુમરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની સાથે આરોપીને અગાઉ પ્રેમસંબંધ હતો અને ફરિયાદી શર્મીબેન વાતચીત કરતા ના હોય અને બોલાવતા ના હોય જેથી આરોપી તૌફિકે શાક માર્કેટથી નગર દરવાજા તરફ જતા રોડ પર માથાકૂટ કરી હતી જેમાં શર્મીબેનને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી દેખાડી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે