Morbiતા.08
ટીંબડી પાટિયા નજીક આવેલ હોટેલના ગ્રાઉન્ડમાં ટેન્કર ટ્રક ચાલકે જોયા વગર ટ્રક ચલાવતા યુવાન ચાલીને હોટેલ ગ્રાઉન્ડમાં જતા હતા જેને હડફેટે લઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
રાજસ્થાનના પાલી જીલ્લાના મંડિયા ગામે રહેતા ઓમપ્રકાશ સોનારામ દેવાસી (ઉ.વ.૨૫) નામના યુવાને ટેન્કર ટ્રક ડીડી ૦૧ ટી ૯૯૮૬ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૩૦-૦૯ ના રોજ મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલ શિવકૃપા આઈમાતા હોટેલના ગ્રાઉન્ડમાં ટેન્કર ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે બેફિકરાઈથી ચલાવ્યો હતો અને હોટેલ ગ્રાઉન્ડમાં ફરિયાદીના મોટાભાઈ ગુણેશ ઉર્ફે ગણેશ સોનારામ દેવાસી ચાલીને જતા હતા જેને હડફેટે લીધા હતા ફરિયાદીના ભાઈ ગણેશને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકલા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે